ડીસાથી થરાદ જતાં હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

- Advertisement -
Share

1 કિલોમીટર સુધી પાણી ભરાતાં વાહનચાલકો ભારે હેરાન-પરેશાન

 

સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ત્યારે ક્યાંક રોડ રસ્તા પણ બેટમાં ફેરવાયા છે. ડીસાથી થરાદ જતાં હાઇવે પર 1 કિલોમીટર સુધી ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ઉઠયા છે.
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મંગળવારે વહેલી સવારથી બનાસકાંઠા જીલ્લામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
અતિ ભારેથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે અનેક ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.
જયારે શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં આવેલ માર્ગોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
ત્યારે ડીસાથી થરાદ હાઇવે પર આવેલ દામા નજીક હાઇવે પર 1 કિલોમીટર સુધી ઘૂંટણસમા વરસાદી પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થઇ ઉઠયા છે.
ઘૂંટણસમા પાણી ભરાતાં એક તરફી હાઇવે બંધ કર્યો છે. હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતાં નાના વાહનો પણ પાણીમાં ફસાયા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!