5 મિત્રોની કારનો દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત નડયો : 3 યુવકોના મોત : 2 યુવકો ગંભીર

- Advertisement -
Share

ઉજ્જૈનથી દર્શન કરીને પરત ઉંદેલ જતાં કાર પર કાબૂ ગુમાવતાં ડીવાઇડર તોડીને ટ્રેલરમાં ઘૂસી : સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો અને પટેલ સમાજના અગ્રણીઓ ઉમટ્યા

 

ખંભાતના ઉંદેલ ગામના 5 યુવક મિત્રો ડીઝાયર કાર લઇને ઉજ્જૈનથી દર્શન કરીને પરત ઉંદેલ જતાં ગોધરાના ઓરવાડા નજીક પૂરઝડપે જતી કાર ડીવાઇડર તોડીને સામેથી આવતાં ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં ઘટનાસ્થળે 3 યુવકોના મોત નિપજ્યા હતા.

જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 2 યુવકોને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી.
જ્યારે 3 મૃતદેહને પી.એમ. અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો અને પટેલ સમાજના અગ્રણીઓ ઉમટી પડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા.
ઉજ્જૈન મંદિરે દર્શન કરીને 5 યુવકો કાર લઇને ખંભાતના ઉંદેલ ગામમાં જવા નીકળ્યા હતા. ગોધરાના ઓરવાડા નજીકના હાઇવે ઉપર પૂરઝડપે જતી કારનો કાબૂ ગુમાવતાં કાર ડીવાઇડર તોડીને સામેથી આવતાં ટ્રેલર જોડે અથડાતાં કારના કૂરચે કૂચ્ચા થઇ ગયા હતા.

 

અકસ્માત થતાં કારમાં આગળ બેસેલા અને એક પાછળ બેઠેલાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2 ઇજાગ્રસ્તોને સ્થાનિક અને પોલીસની મદદથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.

 

2 ઇજાગ્રસ્ત હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભરતભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતાં તેઓને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

જ્યારે કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ અને કૃષિલભાઇ વિપુલભાઇ પટેલના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. 3 મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે લવાયા હતા.
અકસ્માતને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પટેલ સમાજના જુવાનજોધ 3 યુવકોના મોતથી સમાજના અગ્રણીઓ અને મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

 

મૃતક યુવકોના નામ
(1) ‎કિશનભાઇ પંકજભાઇ પટેલ (ઉં.વ.28)‎
(2) કૃષીલભાઇ વિપુલભાઇ પટેલ (ઉં.વ.25) ‎
(3) શશાંકભાઇ મહેશભાઇ પટેલ (ઉં.વ.30) (તમામ રહે.ઉંદેલ,તા.ખંભાત)

 

ઇજાગ્રસ્ત યુવકોના નામ
(1) હર્ષિત ભૂપેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.35)
(2) ‎ભરતભાઇ યોગેશભાઇ પટેલ (ઉં.વ.27)

 

ઉજ્જૈન મંદિરે દર્શન કરવા‎ ગયેલા 5 મિત્રો અપરણિત અને‎ સમાજના મોભીઓના પુત્ર‎ હતા. એક મૃતક કિશન‎ પંકજભાઇ પટેલ ખંભાત‎ એ.પી.એમ.સી.ના સભ્ય હતા.‎ જ્યારે શંશાકભાઇ પટેલ ફાર્મસી‎ કરીને વડોદરામાં નોકરી‎ કરતો હોવાનું જાણવા મળી રહ્યું‎ છે.
3 મૃતકો માતા-પિતાના‎ એકના એક સંતાન હતા. મૃતકો‎ અને તેમના પરિવારજનો‎ સમાજના સારા હોદ્દા પર‎ હોવાથી ગોધરા પટેલ સમાજના‎ લોકો પણ સિવિલ હોસ્પિટલ‎માં દોડી આવ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!