થરાદમાં ખોટો દસ્તાવેજ બનાવી રૂ. 14 લાખ ચાઉં કરનાર દલાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં ચકચાર

- Advertisement -
Share

 

થરાદ તાલુકાના ડોડગામના દિનેશભાઇ અમરતલાલ વ્યાસ (હાલ.રહે.ઝણકાર નગર) ને સ્ટેમ્પ અને નોટરીનું લાયસન્સ ધરાવતા નરેશભાઇ જયંતિલાલ દેસાઇ (જૈન) દ્વારા (જોરજી વરધાજી બારોટ, રહે.ઘંટીયાળી બંનેએ)

 

 

થરાદ ઢીમા રોડ પર સર્વે નં. 7/4 પૈકી 11 ની જમીનમાં વર્ધમાનનગર-1 એન.એ કરાવ્યું હોવાનો વિશ્વાસ અપાવી રૂ.14,00,000 માં ચોરસ ફૂટનો પ્લોટ નં. 8 વેચાણ આપ્યો હતો.

 

દસ્તાવેજ કરાવવાનું થતાં જોરજી બારોટ એક સાથે દસેક દસ્તાવેજ થશે ત્યારે આવીને સહી કરીને દસ્તાવેજ કરી આપશે એટલે ઘરે પહોંચાડવાનો વધુ એક વિશ્વાસ અપાવી મહીલાના નામે દસ્તાવેજ કરાવશો તો જંત્રી ઓછી ભરવી પડશે તેમ

 

જણાવી પ્લોટ લેનાર તરીકે તેમના અને વેચનાર તરીકે જોરજીના નામના સ્ટેમ્પ પર સહીઓ લઇ લીધી હતી. ત્યારબાદ નરેશભાઇએ દસ્તાવેજ આપતાં દિનેશભાઇએ કસ્બા વેરો ભરી આકારણી મેળવી અભેપુરાના મેઘરાજભાઇ પ્રજાપતિ પાસે માપણી કરાવી વરંડો કરાવ્યો હતો.

 

2 વર્ષ પહેલાં વિક્રમભાઇ જોષી (રહે.ચારડા) ને પણ આ જ પ્લોટ જોરજી બારોટ પાસેથી વેચાણ રાખ્યો હતો. જો કે, તેની માપણી કરાવવા જતાં મેઘરાજભાઇએ આ પ્લોટ દિનેશભાઇનો હોવાનું જણાવતાં તેમણે દિનેશભાઇને વાત કરી હતી.

 

બીજા દિવસે નરેશભાઇ પાસે જતાં નરેશભાઇએ ખોટો દસ્તાવેજ કરાવ્યો હોવાનું જણાવતાં ભાંડો ફૂટ્યો હતો. પ્લોટનો કબજો દિનેશભાઇ પાસે હતો.

 

પરંતુ તે પ્લોટ જોરજીના નામે હોઇ થરાદ કોર્ટમાં કાર્યવાહી કરતાં કોર્ટે પ્લોટનો કબજો જોરજીને સોંપવા હુકમ કર્યો હતો. આ અંગે દિનેશભાઇએ નરેશભાઇ સામે થરાદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!