પાલનપુરમાં એરંડા ભરેલી ટ્રકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી

- Advertisement -
Share

રીક્ષામાં આવેલા શખ્સે તકનો લાભ લઇને એરંડા ભરેલી ટ્રક લઇને ત્યાંથી ફરાર થઇ ગયો

 

પાલનપુરના જગાણા હાઇવે પરથી મંગળવારે મોડી રાત્રે એરંડા ભરેલી ટ્રકને અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં ટ્રકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક પાલનપુરમાં આવેલ જગાણા હાઇવે પરથી મંગળવારે મોડી રાત્રે એરંડા ભરેલી ટ્રક મીલ આગળ ઉભી હતી.

 

અને ટ્રકનો ડ્રાઇવર મીલમાં નંબર લખવા ગયો હતો. તે દરમિયાન ટ્રકની પાછળ રીક્ષામાં આવેલા શખ્સે તકનો લાભ લઇને એરંડા ભરેલી ટ્રક લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 

આખે આખી ટ્રકની ચોરીની ઘટનાની ટ્રકના ડ્રાઇવરને જાણ થતાં ટ્રકના ચાલકે તાત્કાલીક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ચોરી મામલે તપાસ હાથ ધરી હતી.

 

પોલીસે નાકાબંધી અને પેટ્રોલીંગ દરમિયાન ડીસા-પાલનપુર હાઇવે પરથી ગણતરીના કલાકોમાં જ ટ્રકને ઝડપી પાડી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે ટ્રકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!