થરાદમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા વાવના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો : થરાદના ધારાસભ્યના ઉપવાસ આંદોલનને સમાપ્ત કરાવવા રજૂઆત કરાઇ

- Advertisement -
Share

થરાદના પ્રશ્નોનું તાત્કાલીક હકારાત્મક નિવારણ લાવી ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની રજૂઆત કરી છે

 

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા થરાદના પડતર 10 જેટલાં પ્રશ્નોને લઇ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી આ થરાદના પ્રશ્નોનું તાત્કાલીક હકારાત્મક નિવારણ લાવી ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની રજૂઆત કરી છે.

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત છેલ્લા કેટલાંક દિવસોથી પ્રજા હીતના ઉપસ્થિત થયેલા 10 જેટલાં પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
ત્યારે બુધવારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, થરાદ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તા. 17 સપ્ટેમ્બર 2022 થી પ્રજા હીતના 10 જેટલાં પ્રશ્નો મુદ્દે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

 

થરાદ વિસ્તારના 97 ગામડાનું કમાન્ડ એરીયા સમાવેશ કરી ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં સિંચાઇનું પાણી આપવું, થરાદ વિધાનસભાના રસ્તા કાચામાંથી પાકા બનાવવા, નાગલા, ડોડગામ, ખાનપુર ગામોના પુન
વસન અને પાણીના નિકાલ બાબત, નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી લીકેજ થવાના કારણે ભડોદર, ભાપી, વામી ગામોમાં થતું નુકશાન અટકાવવા તેમજ ખેડૂતોને થયેલા નુકશાનનું 5 વર્ષનું વળતર
ચૂકવવા, રાજ્ય સરકારની જાહેરાત મુજબ ગૌશાળા અને પાંજરાપોળોને રૂ. 500 કરોડ ચૂકવવા, જમીન રી-સર્વે રદ કરવા અને અરજીઓનો તાત્કાલીક નિકાલ કરવા, દલિત સમાજના 38 ગામમાં સમશાન ભૂમિ
નીમ કરવા, થરાદ વિસ્તારના ઘરવિહોણા પરિવારોને રહેઠાણ માટે પ્લોટ ફાળવવા, થરાદ રેફરલ હોસ્પિટલને આધુનિકકરણ કરવા, થરાદ વિસ્તારની સુજલામ-સુફલામ કેનાલમાં બારેમાસ પાણી આપવા
તેમજ કેનાલ લંબાવવાના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે ઉપવાસ આંદોલનના કારણે ગુલાબસિંહ રાજપૂતની તબિયત થોડી નાજુક છે. જેથી ધારાસભ્ય ગુલાબસિંહ
રાજપૂત ઉપસ્થિત કરેલા પશ્નોનું તત્કાલીન હકારાત્મક નિરાકરણ કરાવી ધારાસભ્યના પારણાં કરાવી ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની રજૂઆત કરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!