એ.સી.બી ની સફળ ટ્રેપથી લાંચ લેતો PSI ઝડપાયો : 4 લાખ તો પચાવી લીધા હતા, 1 લાખ લેવામાં રંગે હાથ ઝડપાયો

- Advertisement -
Share

પોલીસ સ્ટેશનમાં આવનાર ફરિયાદીની અરજી પર ખરાઇ કરી ફરિયાધ નોંધવી એ પોલીસની ફરજ છે છતાં ફરિયાદ નોંધવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેતા વાપીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ.દાફડાને રંગે હાથ ઝડપી લીધો છે.

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદીની મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો ફરિયાદી શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયેલ અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાની ના પાડી હતી.

 

 

 

 

જેથી કર્મચારીના મિત્રએ ફરિયારદીની મેડીકલ એજન્સીના નામે ખોટાં-ખોટાં લેટર પેડો બનાવી ફરિયાદીના નામની ખોટી સહીઓ કરી તેમની પાસે રૂપિયા 20 લાખની માંગણી કરી અને રૂપિયા ન આપે તો ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદીએ આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તા. 14/04/2021 ના રોજ લેખિત અરજી આપી હતી.

 

 

 

 

જે અરજીની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ.દાફડા કરી રહ્યા હતા. આ બાબતે ફરિયાદીની FIR દાખલ કરવાના અવેજ પેટે પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ.દાફડાએ 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાંથી પીએસઆઇ દાફડાએ ટુકડે-ટુકડે 4 લાખ રૂપિયા અગાઉ લઇ લીધા હતા.

 

 

 

 

 

તેમજ ફરિયાદીની અરજી ઉપરથી એફ.આઇ.આર. દાખલ કરી તેના બદલામાં તેમની પાસેથી 1-એ.સી., 1-ફ્રિઝ, 2-સેટી, 2-ગાદી, 1-કબાટ, 1-ગીઝર મળી કુલ કિં.રૂ.86,700/- ની ચીજ-વસ્તુઓ લીધી હતી અને બાકીના 1 લાખની લાંચની રકમ લેવાની બાકી હોય જેની પી.એસ.આઇ દાફડાએ ફરિયાદી પાસે માંગણી કરી હતી.

 

 

 

 

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ તા.22/05/2021 ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે., વલસાડ નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચનું છટકા ગોઠવતા પી.એસ.આઇ દાફડા ફરીયાદીના ઘરે જઇ 1 લાખની રકમની લાંચ લેતા સ્થળ પર પકડાઇ ગયા હતાં. એ.સી.બી દ્વારા પી.એસ.આઇ દાફડાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!