જુનાડીસામાં પિકઅપ ડાલા ચાલક બાઈકને ટક્કર મારી થયો ફરાર : બાઇક સવારનું મોત

- Advertisement -
Share

ડીસા તાલુકાના જુનાડીસા નજીક આવેલ સતરાપીર દરગાહ પાસે બાઈક અને પીકપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકપ ડાલાનો ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક સવારને સારવાર માટે 108 મારફતે ખાનગી હોસ્પિલમાં ખસેડાયો હતો. જેમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

 

 

 

 

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો જુનાડીસાના વાસણા ખાતે રહેતા મુકેશભાઈ મોબતાજી (ધુખ)ઠાકોર પોતાનું મોટરસાયકલ નંબર GJ-08-BK-7109 લઈ ઘરેથી ડીસા તરફ આવતો હતો ત્યારે જુના ડીસાના સતરાપીર દરગાહ પાસે પૂર ઝડપે પિકઅપ ડાલાનો ચાલક ગફલત ભરી ડ્રાઇવિંગ કરી મોટર સાયકલને ટક્કર મારી મોટરસાયકલ પર સવાર મુકેશભાઈ મોબતાજી (ધુખ)ઠાકોરને ઇજા પહોંચાડી ફરાર થઈ ગયેલ.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

ત્યાર બાદ મુકેશભાઈ મોબતાજી ઠાકોરને સારવાર માટે 108 મારફતે ખાનગી હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન મોટર સાઈક ચાલક મુકેશભાઈ મોબતાજી (ધુખ)ઠોકરનું મોત થયું હતું. મૃતક મુકેશભાઈની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડાઇ હતી. પીકપ ડાલાના ચાલકે મોટર સાઇકલના ચાલકને ટક્કર મારી મોત નિપજાવતા તેમના પરિવારના પરથીજી તલાજી (ધુખ)ઠાકોરએ પીકપ ડાલાના ચાલકના વિરુદ્ધમાં ડીસા તાલુકા મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!