ડીસા-થરાદ હાઇવે પરના ગોઢા ફાટક નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત, સાત ઘાયલ

- Advertisement -
Share

ડીસા-થરાદ હાઇવે પરના ગોઢા રેલ્વે ફાટક નજીક શુક્રવારે મોડી સાંજે પેસેન્જર જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા અને પુરૂષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જીપના ચાલક સહિત સાત લોકોને નાની-મોટી ઈજાઓ થતાં ડીસા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાત મુસાફરોને ઇજા પહોંચી


લાખણી તાલુકાના ગોઢા રેલવે ફાટક નજીક શુક્રવારે મોડી સાંજે ડીસા તરફથી પેસેન્જર ભરીને જઈ રહેલ જીપ નંબર જીજે-08-એફ-2282 અને થરાદ તરફથી આવી રહેલ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપ અને ટ્રક ધડાકાભેર અથડાતા ગાડીના કુરચે કુરચા ઉડી ગયા હતા. પેસેન્જરોની ચિચિયારીઓથી આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જો કે જીપમાં સવાર અજાણી મહિલા અને પરબતજી કચળજી મકવાણા (ઉં.વ.26,રહે. મોટાકાપરા,તા.ડીસા)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે જીપ ચાલક સહિત સાતેક મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને ડીસા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા મહિલા અને યુવકને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ભીલડી પી.એસ.આઇ એસ.વી.આહીર સહિત સ્ટાફના માણસો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!