ધાનેરામાં નવા પુલની બાજુમાં ફૂટપાથ ના બનાવતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

Share

ધાનેરા ખાતે રેલ્વે પુલ બનાવવામાં આવ્યો પરંતુ તેના ઉપર લોકો માટે કોઇ રસ્તો કે ફુટપાથ કે પછી સાઇડમાં સર્વિસ રોડ ન બનાવવાના કારણે લોકોને ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે શાળાના બાળકોને રસ્તો બદલવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

[google_ad]

ધાનેરામાં 32 કરોડના ખર્ચે બનાવેલ ચાર માર્ગીય પુલનું કામ અધુરું રહેતા અને જુનો પુલ તોડી નાંખવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Advt

[google_ad]

હાલમાં સર્વિસ રોડના ઠેકાણા ન હોવાથી તેમાં પડેલ ઉંડા ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને આ રસ્તા ઉપર વિવેકાનંદ સ્કુલમાં 5000 જેટલા બાળકો છુટે ત્યારે આ વાહનો દ્વારા ઉડતા કિચડથી બાળકોના ડ્રેસ પણ ખરાબ થતા હોય છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

 

From – Banaskantha Update


Share