બનાસકાંઠામાં અધિકારીઓએ ઇરાદાપૂર્વક અભણ અને ગરીબ ખેડૂતોને સિંચાઇના પાણીથી અળગા રાખ્યા

- Advertisement -
Share

સરદાર સરોવર નર્મદા નિગમના મંત્રી પાસે રજૂઆત કરી કમાન્ડ વિસ્તારને અનકમાન્ડ દર્શાવી સિંચાઇના પાણીથી વંચિત રાખેલા હોઇ આ વિસ્તારને સિંચાઇના પાણીની સગવડ કરી આપવા માંગણી કરાઈ.

 

બનાસકાંઠા જીલ્લાના વાવ અને સૂઇગામ તાલુકાના ભડવેલ, ધરાધરા, દેથળી, જાનાવાડા, ભાંણખોડ, સવપુરા, રામપુરા, બાહીસરા, ખડોલ, કુંભારખા, સેડવ, બેણપ, માનગઢ, દૂધવા, લીંબોણી, સૂઇગામ, માધપુરા અને મોતીપુરા વગેરે ગામોના વિસ્તારને જે તે વખતના અધિકારીઓ દ્વારા આ વિસ્તાર કમાન્ડ એરીયામાં આવતો હોવા છતાં અનકમાન્ડ એરીયામાં દર્શાવીને સિંચાઇના પાણીથી વંચિત રાખવામાં આવ્યો છે અને જે તે સમયના અધિકારીઓ દ્વારા કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ નિર્ણયો લઇને અભણ અને ગરીબ ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે. વેજપુર માઇનોર કેનાલ અને મોરીખા માઇનોર કેનાલ વચ્ચે ગામડાંના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમના મંત્રીને રજૂઆત કરી માંગ કરાઈ.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લાના વાવ અને સૂઇગામ તાલુકાના ભડવેલ, ધરાધરા, દેથળી, જાનાવાડા, ભાંણખોડ, સવપુરા, રામપુરા, બાહીસરા, ખડોલ, કુંભારખા, સેડવ, બેણપ, માનગઢ, દૂધવા, લીંબોણી, સૂઇગામ, માધપુરા અને મોતીપુરા વગેરે ગામોના વિસ્તારને જે તે વખતના અધિકારીઓ દ્વારા આ વિસ્તાર કમાન્ડ એરીયામાં આવતો હોવા છતાં અનકમાન્ડ એરીયામાં દર્શાવીને સિંચાઇના પાણીથી વંચિત રાખવામાં આવ્યો છે. વેજપુર માઇનોર કેનાલ અને મોરીખા માઇનોર કેનાલ વચ્ચે 15 કિ.મી. પહોળાઇના વિસ્તારમાં સિંચાઇના પાણીની કોઇ વ્યવસ્થા કરાઇ નથી અને જે તે સમયના અધિકારીઓ દ્વારા કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ નિર્ણયો લઇને અભણ અને ગરીબ ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે.

 

 

 

કારણ કે, જે તે વખતના અધિકારીઓ દ્વારા રાજકીય વગ ધરાવતા ખેડૂતોને યેન કેન પ્રકારે સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી આપી છે. જ્યારે અભણ, અજ્ઞાન અને નિર્દોષ ખેડૂતોને સિંચાઇના પાણીથી વંચિત રાખી અન્યાય કર્યો છે. જે વખતના અધિકારીઓએ નકશાને સાઇડમાં મૂકીને લાગવગ અને વગદાર ખેડૂતોની મનમાની રીતે માઇનોર કેનાલ અને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનની વ્યવસ્થા કરી આપી છે.

 

 

 

 

 

જ્યારે ઉપરોક્ત દર્શાવેલ ગામડાંના ખેડૂતોને આજદીન સુધી સિંચાઇ માટેની કોઇ દરકાર કરાઇ નથી. અમો ખેડૂતો અને અધિકારીઓ દ્વારા આ વિસ્તાર નીચાણવાળો અને કમાન્ડ એરીયામાં આવતો હોવા છતાં અનકમાન્ડ એરીયા દર્શાવી પારાવાર અન્યાય કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિક નેતાઓની પાસેથી માહિતી લેશો તો આપને પણ જાણવા મળશે કે, આ વિસ્તાર નીચાણવાળો હોવા છતાં અધિકારીઓએ આ વિસ્તાર ઇરાદાપૂર્વક ઉચાણવાળો અનકમાન્ડ દર્શાવ્યો છે અને સિંચાઇના પાણીથી વંચિત રાખેલ છે.

 

 

 

 

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘મુખ્ય કેનાલમાંથી બિયોક અને દેવપુરા વચ્ચે બ્રાન્ચ કેનાલનું નાકુ મૂકેલ છે. પરંતુ તેનું કામ આજ દિવસ સુધી કરાયું નથી. જેના કારણે આ ગામડાઓના લોકો પાણીથી વંચિત રહી ગયા છે. જેથી સરદાર સરોવર નિગમના અધિકારીઓને મળીને ઉપરોક્ત જગ્યાએથી બ્રાન્ચ કેનાલ કેમ રદ કરેલ છે. તેની જીણવટભરી તપાસ કરવા અને તે જગ્યાએથી બ્રાન્ચ કેનાલનું કામ કરવામાં આવે તેમજ જરૂરી માઇનોર કેનાલોનું કામ કરવામાં આવે તો ઉપરોક્ત તમામ ગામડાંઓનો પ્રશ્ર હલ થઇ શકે તેમ છે.

 

 

 

 

આ વિસ્તારને સિંચાઇના પાણીથી વંચિત રાખતાં અમો ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચી છે અને મનોમન દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. આજુબાજુના ગામડાઓને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સિંચાઇના પાણીની પુરેપુરી વ્યવસ્થા કરાઇ છે. જ્યારે ઉપરોક્ત બતાવેલ ગામોને માઇનોર કેનાલ કે પાઇપલાઇનથી તળાવો ભરવાની કે કોઇ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી સિંચાઇ માટે પાણી આપવાની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. આ વચ્ચેના વિસ્તારોમાં સિંચાઇનું પાણી ન મળતું હોવાથી કોઇ સિઝન લઇ શકતાં નથી. જેથી અમો ખેડૂતોને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. અમારી આ વેદનાને સમજીને સત્વરે આ અમારો સિંચાઇના પાણીનો પ્રશ્રને હલ કરશો તેવો અમોને પૂરેપૂરો વિશ્વાસ છે.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!