લગ્નના માહોલમાં માતમ છવાયો : દીકરીના લગ્નની ખરીદી કરી પરત પરિવારને અકસ્માત નડતાં 5 વ્યક્તિઓના મોત : બાળકનો ચમત્કારીક બચાવ

- Advertisement -
Share

જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઇ, માસી અને માસીનો દીકરાના મોત : ફાયર-ફાઇટર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા

 

નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલું કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

કન્ટેનર ઇકો કાર પર પડતાં ઇકો કારનો ભૂક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ દબાઇ જવાથી કમકમાટીભર્યાં કરૂણ મોત નિપજ્યા છે.

ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઇ, માસી અને માસીના દીકરાનું મોત નિપજ્યું હતું.

ઇકો કારમાં સવાર વ્યક્તિઓના પરિવારમાં લગ્ન હતા. જેથી લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેને લઇ ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે.
તા. 25 મીએ પરિવારમાં લગ્ન યોજાવાના હતા તે પહેલાં દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જો કે, એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.

નવસારીની ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર-ફાઇટર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મૃતકોના નામ
– પ્રફુલભાઇ લલ્લુભાઇ પટેલ
– મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ
– શિવ પ્રફુલભાઇ પટેલ
– રોનક કાન્તીભાઇ પટેલ
– મનિષા મુકેશભાઇ પટેલ

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!