થરાદની ભાપી કેનાલ નજીકથી મોનીટરીંગ સેલે દારૂ ભરેલી ગાડી સાથે 4 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે રૂ. 15,45,135 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

થરાદ વિસ્તારમાં વિજીલન્સની ટીમે બુધવારે ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ કરી પાયલોટીંગ ડસ્ટર ગાડી અને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી બંને ગાડીમાંથી 4 શખ્સોને ઝડપ્યા હતા.

શખ્સોની પૂછપરછ કરતાં 11 સાગરીતોના નામ ખૂલ્યા હતા. જે બધાની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, થરાદ વિસ્તારમાં વિજીલન્સની ટીમ બુધવારે ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ કરી રહી હતી.
ત્યારે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી સ્કોર્પિયો ગાડીનું પાયલોટીંગ કરતી ડસ્ટર ગાડીને રોકવા પ્રયત્ન કરતા બંને ગાડીઓના ચાલકોએ ભગાડી મૂકતાં દારૂ ભરેલ ગાડીએ સ્ટેટ મોનીટરીંગ સેલના
પેટ્રોલિંગ માટેના પ્રાઇવેટ પીકઅપ વાહનને ટક્કર મારતાં પેટ્રોલિંગ કરી રહેલા એસ.આર.પી. ના 2 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

વિજીલન્સ ટીમ દ્વારા પાયલોટીંગ ડસ્ટર ગાડી અને વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી બંને ગાડીમાંથી 4 શખ્સોને ઝડપી તપાસ હાથ ધરતાં સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ 1,616 બોટલની કિંમત
રૂ. 3,20,765 અને રોકડ રૂ. 4,370, મોબાઇલ 4 કિંમત રૂ. 20,000, સ્કોર્પિયો ગાડી અને ડસ્ટર ગાડી સહીત કુલ રૂ. 15,45,135 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા 4 શખ્સોને જેલ હવાલે કર્યાં હતા.
ત્યારબાદ વધુ તપાસ હાથ ધરતાં રાજસ્થાનમાંથી દારૂ ગુજરાતમાં મંગાવી અને વેચાણ કરવું તેમજ અલગ-અલગ જગ્યાએ મોકલાવવો તેમાં 11 સાગરીતોના નામ ખૂલ્યા હતા. જેમની સામે પણ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!