ડીસાના ત્રણ હનુમાન મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ

- Advertisement -
Share

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે હનુમાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિર ખાતે હવન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાત્રે ભજનિક દ્વારા ભજન સઁધ્યામાં ડીસાના ધર્મ પ્રેમી લોકોને દર્શન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની લોકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. ખાસ કરીને ડીસા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે હનુમાનજીના ભક્તો દ્વારા હનુમાન જન્મોત્સવની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી હતી. કોરોનાવાયરસની મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તોએ મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આજે હનુમાન જન્મોત્સવના ઉજવણીને લઇ વહેલી સવારથી ધર્મ પ્રેમી લોકોના દર્શન માટે હનુમાન મંદિર શ્રદ્ધાળુઓના ઘોડાપુર થી મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આવેલ ત્રણ હનુમાન રોડ પર અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરમાં આજે ભક્તો તેલ સિંદૂર ચડાવાની સાથે શ્રીફળ તેમજ આકડા ફૂલની માળા ચડાવી હનુમાનજીના આશીર્વાદ લેવા માટે લાઈનો લાગી હતી. જેમાં હનુમાન મંદિર ખાતે હવન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાત્રે ભજનિક દ્વારા ભજન સઁધ્યામાં ડીસાના ધર્મ પ્રેમી લોકોને દર્શન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!