બનાસકાંઠાના ડીસામાં આજે અજાણ્યા શખ્સો દ્વારા મૃત ગાયને સળગાવી દેતા ગૌપ્રેમી લોકોમાં રોષ

- Advertisement -
Share

ડીસાના લીલાશાહ નગર ખાતે બે દિવસ અગાઉ મરેલી ગાયને આજે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેરોસીન છાંટી સળગાવી દેતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગેની જાણ ડીસા ઉત્તર પોલીસ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગાયને સળગાવનાર અજાણ્યા શખ્સને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

 

 

 

આમ તો ભારતભર ગાયને માતા માનવામાં આવે છે પરંતુ કેટલીકવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે લોકોમાં રોજવા મળતો હોય છે કેટલીકવાર કતલખાને લઈ જવાતી ગાયોને ઝડપી પાડતા લોકોમાં ગાયોને કતલખાને લઈ જનાર લોકો સામે ભારે રોષ જોવા મળતો હોય છે હિન્દુ ધર્મમાં ગાયને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે.

 

 

 

ત્યારે આજે ડીસાના લીલાશાહ નગર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બે દિવસ અગાઉ મરેલી ગાયને સળગાવી દેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બીજાના લીલાશાહ નગર વિસ્તારના રોડ પર મરેલી ગાયની જાણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં કરવામાં આવી હતી.

 

 

 

જે બાદ આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો બહાર આવે તે પહેલાં તો કોઈ અજાણ્યા શખ્સો આ ગાયને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા લોકોમાં પણ ગાયને સળગાવનાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

 

 

 

લીલાસા નગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક ગાયનું મોટ નિપજયું હતું. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકામાં જાણ કરી હતી. પરંતુ બે દિવસ સુધી પાલિકા દ્વારા ગાયના મૃતદેહને ત્યાંથી હટાવવામાં આવ્યો નહોતો સતત બીજા દિવસ સુધી આ મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો હતો.

 

 

 

ત્યારે આજે વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સોએ ગાયના આ મૃતદેહને સળગાવી દેવાની ઘટના સામે આવતા આ વિસ્તારમાં મામલો ગરમાયો હતો અને સ્થાનિકોએ આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગાયના મૃતદેહને ઘટનાસ્થળ પરથી ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં આ ઘટનાને અંજામ આપનાર અજાણ્યા શખ્સો સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

 

ડીસાના લીલાશાહ નગરમાં બનેલી ઘટના બાદ ડીસા શહેરમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકો જ્યાં ગાયને સળગાવવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ પોલીસને કરી હતી.

 

અને આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં આવી ઘટનાને અંજામ આપતા લોકો વિચાર કરે ડીસાના લીલાશાહ નગરમાં બનેલી આ ઘટના બાદ આજે ડીસા શહેરની વિવિધ સંસ્થાઓના લોકોએ પણ માંગ કરી છે કે આવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક સજા કરવામાં આવે.

 

 

આ અંગે લીલા જામનગરમાં રહેતા આનંદભાઈ ઠક્કરે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે વહેલી સવારે અમારા વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ગાય પર કેરોસીન છાંટી તેને સળગાવી દેવાની ઘટના કરવામાં આવી હતી.

 

આ અંગેની જાણ અમને થતાં જ તાત્કાલિક ધોરણે અમે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આવું કૃત્ય કરનાર શખસને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવામાં આવશે તો જ આવનારા સમયમાં વારંવાર આવી બધી ઘટના ઘટી શકે તેમ છે.

 

આ અંગે લીલાશાહ નગરની મહિલા મંજુલાબેન માળીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ ગાય બે દિવસથી મરેલી હાલતમાં લીલાશાહ નગર વિસ્તારમાં પડેલી છે અને આ અંગેની જાણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

 

 

Advt

 

અમારા વિસ્તારમાંથી ગાયના નિકાલ કરવા માટે પૈસાની પણ ઊઘરાણી કરવામાં આવી હતી પરંતુ સવારે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા આ ગાયને સળગાવી દેવામાં આવી હતી કોને સળગાવી હતી તેની જાણ પણ અમને લોકોને ન હતી.

 

આ અંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયેશભાઈ દેસાઈએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સવારે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ગાયને કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવી હતી આ ઘટનાની જાણ અમને તાત્કાલિક ધોરણે અમે લીલાનગર ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને આવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે જેથી આવનારા સમયમાં આવી ઘટના કરનાર લોકો વિચાર કરે.

 

આજે વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લીલાશાહ નગરમાં મરેલી ગાયને કેરોસીન છાંટી સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક ધોરણે ડીસા ઉતર પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

જે વાત પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક લોકોના નિવેદન બાદ તપાસ હાથ ધરી હતી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા ડીસા પોલીસ દ્વારા હાલમાં સ્થાનિક લોકોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!