સૌપ્રથમ વખત ડીસાથી દ્વારકા ટ્રેન શરૂ, નવી ટ્રેન શરૂ થતા દ્વારકાધીશના યાત્રિકોમાં ખુશી

- Advertisement -
Share

ડીસાથી દ્રારકા જવા માટે વર્ષોથી લોકોની માંગણીને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેથી હવે દ્વારકા તીર્થયાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને મોટો લાભ થશે.

 

શિયાળાની ઋતુમાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બિકાનેર-ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ) રેલ સેવા ચલાવવામાં આવી રહી છે. જેમા 2 સેકન્ડ એ.સી, 7 થર્ડ એ.સી અને દ્રિતીય શયનયાન 4 ડબ્બા અને કુલ 20 ડબ્બા રહેશે અને 2 ગાર્ડ રહેશે.

 

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 04715, બીકાનેર-ઓખા સાપ્તાહિક વિશેષ તા.10.01.23 અને 17.01.23 (02 ટ્રીપ) દર મંગળવારે 15.50 કલાકે બિકાનેરથી ઉપડશે અને 16.00 કલાકે ઓખા પહોંચશે.

 

એ જ રીતે ટ્રેન નંબર 04716 ઓખા-બીકાનેર સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા તા.11.01.23 અને 18.01.23 (02 ટ્રીપ્સ) દર બુધવારે ઓખાથી 18.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 17.00 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેન સેવા નોખા, નાગૌર, મેડતા રોડ, જોધપુર, લુની, સમદડી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ ભીનમાલ, રાનીવાડા, ભીલડી જં(ડીસા), મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે.

 

ડીસા સહિત આજુબાજુના વિસ્તારના લોકોની ડીસાથી દ્વારકા જવા માટે સીધી ટ્રેન મુકવા માટેની વર્ષોથી માંગણી હતી. જેને પગલે હવે રેલ-વે વીભાગ દ્વારા ડીસામાં ભીલડીથી દ્વારકા સુધી સીધી ટ્રેન શરૂ થતાં અનેક શ્રદ્ધાળુ અને તેનો મોટો લાભ થશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!