બનાસકાંઠામાં ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાશે

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓની આગામી તા. 28 માર્ચથી તા. 12 એપ્રિલ દરમિયાન વાર્ષિક પરીક્ષા યોજાશે. જેમાં જીલ્લાના વિવિધ 102 કેન્દ્રોની 275 બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા યોજાશે. ધો. 10 અને ધો. 12 ના મળી કુલ 84,583 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 

 

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 બોર્ડના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હોઇ બનાસકાંઠા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ બોર્ડની પરીક્ષાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.

 

 

 

જેમાં 14 તાલુકાના વિવિધ 102 કેન્દ્રની 275 બિલ્ડીંગમાં તા. 28 માર્ચથી તા. 12 એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધો. 10 માં 53,960, ધો.12 સામાન્ય પ્રવાહમાં 26,242 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 4,371 મળી કુલ 84,583 વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષા આપશે.

 

પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતી ન આચરાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સી.સી.ટી.વી. કેમરા ન ધરાવતા 8 બિલ્ડીંગમાં ટેબ્લેટ અને બાકીના બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવામાં આવશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!