માલગઢમાં આવેલી રાજસ્થાન પોલીસની તપાસમાં ભંગ પડાવી હોબાળો મચાવતા ચાર સામે ફરિયાદ

- Advertisement -
Share

રાજસ્થાન પોલીસના માણસો રવિવારે ડીસાના માલગઢ ગામે તપાસ માટે આવ્યાં હતાં. જે દરમિયાન મહિલાના પરીવારજનોએ રાજસ્થાન પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

 

રાજસ્થાનના અલવર જીલ્લાના સીવાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજયકુમાર રામક્રિપાલ મીણા સ્ટાફના માણસો સાથે રાજસ્થાનના સીવાણા ઉપખંડ મેજીસ્ટ્રેટના હુકમ આધારે ડીસા તાલુકાના માલગઢ ગામના છેડલીયા કૃષિ ફામ ખાતે તપાસ માટે આવ્યાં હતાં.
જે દરમિયાન રાજસ્થાન પોલીસે તપાસ માટે નવિનાબેન નારાયણરામ માળીનું પુછતાં નજીકમાંથી આવી તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આથી મહિલા પોલીસ નવિનાબેનને તપાસ માટે સાથે લઈ જવાનું કહેતાં પરીવારના અન્ય સભ્યોએ ભગાડી મુકી સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી હતી.
આથી રાજસ્થાન પોલીસના અજયકુમાર ક્રિષ્નારામ મીણાએ ડીસા તાલુકા પોલીસ મથકે લાલાભાઈ વાઘાભાઈ માળી, સવિતાબેન લાલાભાઈ માળી, રામચંદ્ર લાલાભાઈ માળી અને રાહુલ લાલાભાઈ માળી (ત્રણેય રહે, માલગઢ, તા. ડીસા) સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!