ડીસામાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા એલિવેટર ઓવરબ્રિજ પર ટ્રાયલ ડ્રાઇવ શરૂ કરાયો

- Advertisement -
Share

ડીસામાં બની રહેલા ઉત્તર ગુજરાતના સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રિજનું કામ અંતિમ ચરણે આવતાં બુધવારથી ટ્રાયલ ડ્રાઇવની શરૂઆત કરાઇ છે. જેમાં હાઇવે ઓથોરીટી દ્વારા હાલમાં બનાસ નદીના પુલ બાજુએથી પાલનપુર જવા માટે એક તરફનો ઓવરબ્રિજનો રસ્તો ટ્રાયલ બેઝ માટે શરૂ કરાયો છે.

 

 

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોમાં મોટા વાહનોના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હતો. ત્યારે હવે મોટા વાહનોમાં ઓવરબ્રિજની નીચે અવર-જવરમાં ઘટાડો થશે તો અકસ્માતોની વણઝાર અટકશે.

 

 

 

 

જ્યારે ડીસા શહેરમાં ટ્રાફીકને લઇને મોટી સમસ્યા સર્જાતી હતી. જેના પગલે અવાર-નવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી કે, ડીસા હાઇવે પર ઓવરબ્રિજ ફાળવવામાં આવે તેવી અનેક રજૂઆતો બાદ આ ઓવરબ્રિજ મંજૂર કરાયો હતો. ત્યારબાદ તેની કામગીરી હાથ ધરાઇ હતી.

 

 

 

 

અંદાજીત અઢી વર્ષ ઉપર આ ઓવરબ્રિજનું કામકાજ ચાલ્યું હતું અને હાલમાં કામકાજ અંતિમ ચરણોમાં આવતાં ઉત્તર ગુજરાતના આ સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રિજનું બુધવારથી ટ્રાયલ ડ્રાઇવની શરૂઆત થઇ ગઇ છે. એન્જીનિયરોના જણાવ્યા મુજબ, અંદાજીત આ ટ્રાયલ ડ્રાઇવ બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. જેનાથી ઓવરબ્રિજની કામગીરીની ચકાસણી થઇ જાય. હાલમાં બનાસ નદીના પુલ બાજુએ છે પાલનપુર જવા માટેનો એક સાઇડનો ઓવરબ્રિજ અવર-જવર માટે શરૂ કરવામાં આવ્યો છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!