બનાસકાંઠાના ડીસા શહેરમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. એક્ટીવા પર મિત્રો સાથે પેટ્રોલ પુરાવા જઈ રહેલા યુવકનું પ્રેમપ્રકરણની અદાવતમાં સ્વીફ્ટ કારમાં આવેલ 6 શખ્સો અપહરણ કરી ગયા હતા. બનાવને પગલે પોલીસે અપહરણકારોની ચુંગલમાંથી યુવકને છોડાવી 6 સામે ગુનો નોંધી એક યુવકની ધરકપડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
ડીસા શહેરમાંથી મોડી રાત્રે એક યુવકનું અપહરણ બાદ છુટકારો થયો. ડીસાની સ્ટ્રોબેરી સોસાયટીમાં રહેતો ઋત્વિક ઠક્કર નામનો યુવક રાત્રે તેના બે મિત્રો સાથે એક્ટીવા પર પેટ્રોલ પુરાવા માટે રિલાયન્સ પેટ્રોલ પંપ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે એક્ટિવાને આંતરીને ઉભું રખાવ્યું હતું અને કારમાંથી ઉતરેલા 6 શખ્સોએ બળજબરીપૂર્વક ઋત્વિકનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ત્યાંથી નાસી ગયા હતા.

[google_ad]
ઋત્વિકના મિત્રોએ ઘટના અંગે તેના પિતાને જાણ કરતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકના પરિવારજનોએ જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી અપહરણકારોની ચૂંગલમાંથી યુવકને છોડાવ્યો હતો.

[google_ad]
યુવકનો છુકારો થતા તેના પરિવાર જનોએ હાંસકારો અનુભવ્યો હતો. ઋત્વિકના મામાના દીકરાએ અપહરણ કરનાર ઉમંગ ઠક્કરની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેની અદાવત રાખી ઉમંગ સહિત 6 શખ્સોએ અપહરણ કર્યું હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી યુવકના પિતાએ અપહરણ કરનાર લાખણીના કોટડા-ધુણસોલ ગામે રહેતા ઉમંગ ઠક્કર, વાસુભાઈ ઠક્કર સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પી.આઈ. ઉત્તર પોલીસ સ્ટેશન, ડીસા
[google_ad]
જેથી ડીસા ઉત્તર પોલીસે ફરિયાદના આધારે અપહરણ કરી નાસી જનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી. જેમાં પોલીસની તપાસમાં યુવકના અપહરણમાં ભોગ બનનાર યુવકનો મિત્ર યસ ઉર્ફે બીટુ ઠક્કર નામનો યુવક એક્ટિવા પર બેસાડી તેને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જે અપહરણ કરનાર શખ્સોની મદદ કરી ભોગ બનનાર યુવકને એક્ટિવા પર બેસાડી લઈ ગયો હતો જેથી પોલીસે યસ ઉર્ફે બીટુ ઠકકર નામના યુવકી ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
From – Banaskantha Update