ડીસા માર્કેટયાર્ડમાં હોળી-ધૂળેટી પર્વે મીની વેકેશન

- Advertisement -
Share

 

આજે આપણે એક એવા એ.પી.એમ.સી. વિશે વાત કરીશું કે, જ્યાં વર્ષ દરમિયાન એક નહીં પરંતુ 2 વાર વેકેશન પડે છે. આ માર્કેટયાર્ડમાં દિવાળી વેકેશનની સાથે સાથે હોળીનું પણ મીની વેકેશન પડે છે.

 

 

રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બનાસકાંઠા જીલ્લામાં આવેલી બજાર સમિતિમાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહત્વની બજાર સમિતિ માનવામાં આવે છે.

 

 

ડીસાનું માર્કેટયાર્ડ રાજસ્થાનની સરહદને અડીને આવેલું હોવાના લીધે અહી રાજસ્થાની મજૂરો મોટી સંખ્યામાં મજૂરી માટે આવતાં હોય છે અને રાજસ્થાનમાં હોળીનું મહત્વ ખૂબ જ હોવાના લીધે આ મજૂરો હોળીના તહેવાર દરમિયાન પોતાના વતન જતાં રહેતાં હોય છે.

 

 

આ ઉપરાંત જ્યારથી આ બજાર સમિતિની સ્થાપના થઇ છે. ત્યારથી હોળીના 8 દિવસના મીની વેકેશનની પરંપરા ચાલી આવી છે અને તેના લીધે વેપારીઓ પણ આજના સમયમાં પણ હોળીના 8 દિવસ સુધી માર્કેટયાર્ડમાં પોતાની પેઢી બંધ રાખતાં હોય છે.

 

 

કારણ કે, બજાર સમિતિના મજૂરો પોતાના વતન જતાં રહેતાં હોવાથી બજારમાં કામકાજ ઠપ્પ થઇ જતું હોય છે અને તેના લીધે ડીસાની બજાર સમિતિ ગુજરાતમાં એકમાત્ર એવી બજાર સમિતિ છે કે, જ્યાં વર્ષ દરમિયાન 2-2 વાર મીની વેકેશન રાખવામાં આવે છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!