વેકસીન અને માસ્ક અંગે ભ્રામક અફવાઓ ફેલાવતી ટોળકી ઝડપાઇ, લોકોને આ રીતે કરતા હતા ગુમરાહ

- Advertisement -
Share

અત્યારે હાલ દેશભરમાં કોરાનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દેશભરનાં લાખો લોકો કોરોના વાયરસથી બચવા માટે કોરોના રસી લઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં રસી અને માસ્ક અંગે ભ્રામક અફવાઓ ફેલાવતું ગ્રુપ સામે આવ્યું છે. શહેરમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો વેક્સિનેશન વિરોધ કરતી માહિતી ફેલાવી રહેલી બે મહિલાઓ સહિત આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે.

 

 

આ લોકો કેટલાક માણસોને ભેગા કરીને કોરોના વેક્સિન ન લેવા માટે સમજાવી રહ્યાં હતા. જોકે, આ અંગેની જાણ થતા સયાજીગંજ પોલીસને મળતા આ લોકની અટકાયત કરવામાં આવી છે. આ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા.

 

 

પોલીસે રવિવારે માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગેનો ભ્રામક પ્રચાર કરતી ટોળકને ઝડપી પાડી છે. આ તમામ લોકો સારી કંપનીઓમાં કામ કરી રહ્યાં છે આ સાથે બે યુવતીઓ ગૃહિણીઓ છે અને એક વ્યક્તિ નિવૃત્ત અધિકારી છે.

આ પત્રિકમાં લખવામાં આવ્યું હતું કે, કોરોના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. નવા કોરોના સ્ટ્રેનના નામે લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે લખ્યું છે કે, માસ્ક ઓક્સિજન ઘટાડે છે. માસ્ક ઝેરી ઇન્હેલેશનમાં વધારે છે. માસ્ક રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ સાથે વેક્સિન માટે પણ લખ્યું છે કે, વેક્સિનમાં ખતરનાક તત્વો મેળવેલા છે. વેક્સિન પેરાલીસીસ કે નપુંસક કરી શકે છે. શું વેક્સિનની જવાબદારી કોઇ લઇ રહ્યું છે

 

 

આરોપીઓનાં નામ

નરેન્દ્ર કાલીદાસ પરમાર, રહે. શ્રીજી ટાઉનશિપ, સોમા તળાવ
ચન્દ્રકાંત બાબુભાઇ મિસ્ત્રી, રહે.કશ્યપ કુટીર બંગલો, સમતા
વિશાલ વિજયકુમાર ફેરવાણી, રહે. ગોકુલ ટાઉનશિપ, ગોત્રી
કેવલ ચન્દ્રકાંત પીઠડિયા, રહે. પંચશીલ ટેનામેન્ટ, હરણી
જગવીન્દરસિંગ રાજેન્દ્રસિંઘ, રહે. ઘનશ્યામ પાર્ક, ગોરવા
ઇરફાન યુસુફ પટેલ, રહે. મધુરમ, તાંદલજા
અવની ઉત્કર્ષ ગજ્જર
ભૂમિકા સંજય ગજ્જર

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!