ડીસાના રામવાસ ગામે રહેતા ઉમેદભાઇ કેસરભાઇ પટેલ શનિવારે મુડેઠા ખાતે આવેલા પોતાના ખેતરે ગયા હતા. ત્યારે 4 લોકોએ આવી અગમ્ય કારણોસર મારમારી ખેડુત ઉમેદભાઇના ખીસ્સામાથી રૂ.8500 પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેને લઇ ઉમેદભાઇએ જગુજી ભુપતજી રાઠોડ,સ્વરૂપજી બલાજી રાઠોડ,નંદાબેન ભુપતજી રાઠોડ અને શારદાબેન મદારજી રાઠોડ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -