શિક્ષણ વિભાગ કરાટે અને મોટિવેશનનો વિષય ફરજીયાત કરે તે જરૂરી!

- Advertisement -
Share

આધુનિકરણ માટે જરૂરી છે હવે મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ અને બાળકો માટે મોટિવેશન વિષય

 

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક મહિલાની લાશ મળી આવી. પોલીસ તપાસમાં પ્રેમીએ તેની હત્યા કરીને તેની લાશ કોથળામાં ભરી પથ્થર સાથે કેનાલમાં નાખી દીધી હોવાનો ઘટસ્ફોટ બહાર આવ્યો હતો દેશમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે એ વાતને તો નથી નકારી શકાતી કે મહિલાઓ માટે સરકાર, સંસ્થા કે આયોગ દ્વારા અનેક કાયદાઓ બનાવ્યા હોવા છતાં મહિલાઓ લઘુતાગ્રંથિ, નકારાત્મક વર્તન અને વલણો અને અત્યાચારોનો ભોગ બને છે. 2021નો યુગ ચાલતો હોવા છતાં ફક્ત મહિલા શશક્તિકરણની પોકળ વાતો કેટલી યોગ્ય છે?

 

 

પરિવર્તન પ્રકૃતિનો પહેલો નિયમ છે ત્યારે વર્તમાન સમયમાં પણ મહિલાઓ સાથે બાળકો પોતાના જીવન મૂલ્યો સાથે એક ડગલું આગળ વધે તે જરૂરી છે. જેના માટે ફક્ત કાયદા કાગળ પૂરતા હોવા મર્યાદિત નથી પરંતુ હવે જરૂરી છે એક્શનપ્લાન.

કોઈપણ વ્યક્તિ, સમાજ સંસ્થાના નિયમો કે વિચારોને બદલવી એ યુગ બદલવા જેવી બાબત છે. સ્વીકારવા જેવી એ બાબત છે કે કોઈ વ્યક્તિ કે પદાર્થએ એનો ગુણધર્મ નથી છોડતો સમાજમાં કે દેશમાં એવા ઘણા અસામાજિક તત્વો છે જેને આપડે નથી બદલી શકવાના તો શક્ય છે આપણે આપણા વિચારો બદલીએ એટલે કે થોડા મોડીફાઇડ થઈએ જેના માટે બે મહત્વના મુદ્દાઓ છે.

 

 

આજના બુદ્ધિજીવી અને તત્વચિંતકોએ આ બે મુદ્દાઓને આવરી તારણ અને નિરકર્ષ પર ઉતર્યા છે. પ્રથમ મુદ્દો મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ (સ્વ.બચાવ) અને પ્રાથમિક ધોરણમાં જ મોટિવેશન વિષય સરકારે બે વિષય ફરજીયાત કરવા જોઈએ. પ્રથમ મુદ્દો જોઈએ સેલ્ફ ડિફેન્સનો તો સમાજમાં અસામાજિક નકારાત્મક લોકોની તો તેમનો સામનો કરવા પ્રથમ પોતાની બાળકીને અથવા મહિલાને એટલી સક્ષમ બનાવો કે તે ઇટનો જવાબ પથ્થરથી આપી શકે, દીકરીને ચાંદ બનાવોશો તો લોકો ધારિધારીને જુવે કે પછી સૂરજ જેવી બનાવવી કે એની આંખોના તેજ સામેની વાળાની આંખો જ નમી જાય એ તમારા પર નિર્ભર છે તેના માટે પ્રથમ તમે તમારી દીકરી કે ઘરની મહિલાને કરાટે કોચિંગના કલાસ કરાવો ફરજીયાત સેલ્ફ ડિફેન્સ શીખવો. દીકરીને એટલી આત્મનિર્ભર બનાવો કે તેની સામે જોતા પહેલા હજાર વાર વિચારવું પડે.

 

 

બીજા મુદ્દાની વાત કરીએ આજે તમારા બાળકને નાનપણથી જ હકારાત્મક વલણ સેલ્ફ મોટિવેશન વિષયમાં ઉતારો જેથી તે તેના જીવનના દરેક ડગલાનો એક્શન પ્લાન તૈયાર કરી શકે.અને તે પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા બને. એક સફળ આઈએએસ અને આઇપીએસ અધિકારીના મનમાં નાનપણથી જ તેના મનમાં બીજ રોપાયું હોય ત્યારે જ સમયાંતરે ફળ મળ્યું હશે. એવું નથી કે જીવનમાં દુઃખ તકલીફ કે મુશ્કેલી નથી આવતી પરંતુ જે દરેક પડકારોને પર કરી સફળના મેળવે છે એ જ સાચો સિકંદર બને છે.

બનાસકાંઠા અપડેટ પર રચિત આ લેખ કોઈ વ્યક્તિ સમાજ કે સંસ્થા કે સરકારને નકારાત્મક દર્શાવાનો નથી પણ અમારો પ્રયત્ન છે કે આજના આધુનિક યુગમાં બાળકો અને મહિલાઓ સ્વ નિર્ભર અને મોટિવેશન દ્વારા મોડિફાઇડ કરવાનો છે.

 

અહેવાલ: અભિષેક જાની

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!