ડીસામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સરપંચ અને સભ્યો આગેવાનો સાથે ઉમટી પડયા

Share

 

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ દરેક ગામના આગેવાનો સરપંચ માટે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં છેલ્લા ચાર દિવસમાં ડીસા તાલુકાના 407 સરપંચ અને 613 સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

[google_ad]

 

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ડીસા તાલુકામાં ફોર્મ ભરવાના ચોથા દિવસે 214 ફોર્મ સરપંચ પદ માટે ભરાયા હતા. જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 398 ફોર્મ ભરાયા હતા. ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી અને 8 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ફોર્મ ભરવાના પ્રથમ દિવસે સરપંચ માટે 8 ફોર્મ ભરાયા હતા. જ્યારે બીજા દિવસે સરપંચ માટે કુલ 51 ફોર્મ ભરાયા હતા.

[google_ad]

 

 

 

 

 

જ્યારે વોર્ડ સભ્યો માટે પણ 51 ફોર્મ અને ત્રીજા દિવસે સરપંચ માટે 134 અને સભ્યો માટે 163 જ્યારે ગુરૂવારે ચોથા દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. જેમાં સરપંચ 214 અને સભ્યો 398 ફોર્મ રજીસ્ટર થયા હોવાનું ચૂંટણી સૂત્રો દ્વારા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ફોર્મ ભરવાની છેલ્લી તા. 4 ડીસેમ્બર હોવાથી હજુ છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે તેવું દેખાઇ રહ્યું છે.’

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share