પાલનપુર – અમદાવાદ હાઇવે પર ડિવાઇડર કુદી જીપ કન્ટેનર સાથે અથડાતાં આઘેડનું મોત

- Advertisement -
Share

પાલનપુર – અમદાવાદ હાઇવે પર કાણોદર નજીક ગુરૂવારે હાઇવેનું ડિવાઇડર કુદી એક બોલેરો ગાડી કન્ટેનર પાછળ અથડાઇ હતી. જેમાં જીપમાં બેઠેલા દિયોદર તાલુકાના ધુણસોલના આધેડનું મોત નિપજ્યું હતુ. જ્યારે ચાલકને ઇજાઓ થવા પામી હતી. આ અંગે કન્ટેનર ચાલકે જીપ ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

પાલનપુર-અમદાવાદ હાઇવે પર કાણોદર નજીક કન્ટેનર નં. RJ-32-GC-5816નો ચાલક રાજસ્થાનના બાનસુર તાલુકાના ગાવનખરવાના મનોજસિંહ રામસિંહ શેખાવત બહુચરાજીથી મારૂતી કંપનીની ગાડીઓ ભરી હરિયાણા ગુડગાવ જઇ રહ્યા હતા. ત્યારે સવારે આઠેક વાગ્યાના સુમારે હોટલની સામે હાઇવેની બીજી સાઇડેથી ડિવાઇડર કુદીને આવેલી બોલેરો જીપ નં. GJ-09-AG-7766 કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.

 

આ અકસ્માતમાં જીપની ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા દિયોદર તાલુકાના ધુણસોલના નસાજી રાણાજી ઠાકોર (ઉ.વ.52)ને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતુ. જ્યારે ચાલકને ઇજાઓ થવા પામી હતી. આ અંગે મનોજસિંહ શેખાવતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!