પાલનપુરના એક ગામમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને ઓપરેશન કરી બાળકી બનાવાઈ

- Advertisement -
Share

પાલનપુર તાલુકાથી 12 કિ.મી. દૂર આવેલા એક ગામમાં રહેતી 9 વર્ષની બાળકીને જન્મથી જ પુરુષના ગુપ્તાંગ સાથે જ જન્મ થયો હતો. એ બાળકીને 4 માસ પૂર્વે ઓપરેશન કરી પુરુષનું ગુપ્તાંગ કાઢી દેવાયું હતું. પાલનપુર સિવિલે 4 મહિના સુધી મોનિટરિંગ કર્યા બાદ વિનામૂલ્યે કરાયેલું ખર્ચાળ ઓપરેશન સક્સેસ રહ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 

ત્રીજા ધો.માં ભણતી બાળકીને સ્ત્રી-પુરુષના સાથેનાં ગુપ્તાંગ હતાં, વહાલી દીકરીના શરીરમાં વધારાના ગુપ્ત ભાગને ઓપરેશન દ્વારા દૂર કરવા માટે તેનાં માતા-પિતા ઘણા ડોક્ટરને મળ્યાં, અનેક દવાખાનાંમાં બતાવ્યું, રિપોર્ટ કરાવ્યા. ઘણી નિરાશા બાદ બનાસ મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં 4 મહિના પૂર્વે બતાવ્યું અને ઓપરેશન હાથ ધરાયું.

 

 

ઓપરેશન કરનાર ડો. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે “માતા-પિતા ઈચ્છતાં હતાં કે તેમનું સંતાન દીકરી તરીકે જ રહે, જેથી ડો. કલ્પેશ પટેલ અને ડૉ. ફોરમ મોઢની ટીમ સાથે મળી પુરુષનો પાર્ટ શરીરમાંથી જુદો કરી દેવાયો હતો. બાળકી 4 મહિનાથી ઓબ્ઝર્વેશનમાં હતી. હવે બાળકી અત્યંત સ્વસ્થ છે.” બાળકીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે “અમારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે. તે પોતે આ વિચિત્ર સ્થિતિમાં હોવા છતાં તેની મનોદશા ખૂબ સારી હતી. શાળામાં શિક્ષકોને બાળકીની બાબતથી અવગત કરાવેલા હતા.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!