લાખણીમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે પશુપાલક મહીલાઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

લાખણી નજીક પસાર થતી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં તા. 31/03/2022 થી પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેતરોમાં ઉભો પાક પણ નષ્ટ થવા પામી રહ્યો છે.

 

 

જ્યારે પશુઓને પીવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી શનિવારે લાખણી તાલુકાની પશુપાલક મહીલાઓ લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી સુજલામ્‌-સુફલામ કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરાઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લો એ ખેતી આધારીત જીલ્લો છે અને પશુપાલન સાથે સંકળાયેલો પણ જીલ્લો છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાના સમયમાં નજીવો વરસાદ થયો હોવાથી બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન

 

 

ગણાતાં ત્રણેય જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને જેના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

 

 

ત્યારે ચોમાસામાં નજીવા વરસાદના કારણે દિવસેને દિવસે જમીનના તળ પણ ઉંડા જઇ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને ખેતી અને પશુઓને સાચવવા પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

ત્યારે બીજી તરફ ડીસા, લાખણી, દિયોદર, થરાદ અને કાંકરેજના વિસ્તારમાંથી પસાર થતી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં તા. 31/03/2022 ના દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

 

 

જેના કારણે ડીસા, લાખણી, દિયોદર, કાંકરેજ અને થરાદ સહીતના પંથકમાંથી પસાર થતી સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી બંધ કરી દેવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

 

 

ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી પોતાના ખેતરમાં વાવણી કરી હતી. પરંતુ સિંચાઇ માટે જે પાણી પુરૂ પડાતું તે બંધ કરી દેવાતાં ખેડૂતોનો ખેતરમાં ઉભો પાક પણ બળી જવા પામી રહ્યો છે.

 

ત્યારે બીજી તરફ પશુઓને પણ પીવા માટે પાણીની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં ચાંગા પંપીંગથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

 

પરંતુ સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી ન છોડતાં શનિવારે પશુપાલક મહીલાઓ રોષે ભરાઇ હતી અને રોષે ભરાયેલી પશુપાલક મહીલાઓ લાખણી મામલતદાર કચેરીમાં પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

 

અને સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવાની માંગ કરાઇ હતી અને જો સરકાર દ્વારા સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહીષ્કાર કરવામાં આવશે.

 

જ્યારે આગામી સમયમાં યોજાનાર સરકારી કાર્યક્રમોમાં પશુપાલક મહીલાઓ પોતાના પશુઓ લઇ કાર્યક્રમમાં વિરોધ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!