ડીસાના આસેડાની દિકરીને મારઝૂડ કરી દહેજની માંગણી કરતાં 2 મહીલા સહીત પતિ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

શારીરિક અને માનસિક ત્રાસ આપી ગડદા પાટુનો મારમારી અવાર-નવાર દહેજ પેટે રૂપિયાની માંગણી કરતા હતા : ઘર સંસાર ન બગડે જેથી રૂ. 3,00,000 વ્યાજે લાવી આપ્યા હતા

ડીસા તાલુકાના આસેડા ગામની દિકરીને સાસરી પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી ગડદા પાટુનો મારમારી અવાર-નવાર દહેજ પેટે રૂપિયાની માંગણી કરતાં ચકચચાર મચી ગઇ છે. આ અંગે સાસરી પક્ષ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામની દિકરી નીતાબેન રબારીના લગ્ન આજથી 13 વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના પચકવાડામાં રહેતાં પ્રવિણભાઇ મગનભાઇ રબારી સાથે સમાજના રીત-રીવાજ મુજબ લગ્ન થયા હતા.

 

નીતાબેનના પતિ નવસારી મુકામે ધંધો કરતાં હોઇ જેથી નવસારીમાં રહેતાં હતા. લગ્ન પછી સારી રીતે રાખતા હતા. જે બાદ તેમને એક દીકરાનો જન્મ થયો હતો.

 

નીતાબેનના પતિ પ્રવિણભાઇ નીતાબેન પાસે દહેજ પેટે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા અને કહેવા લાગેલ કે, તારા પિતાએ દહેજમાં કઇ આપ્યું નથી. તારો બાપ ભીખારી છે.

 

તું જા તારા બાપના ઘરે અને મારે વિદેશ જવું છે. તો રૂપિયા લઇ આવ. જે બાદ નીતાબેન સમગ્ર ઘટનાની જાણ તેના પિતા અને પિયર પક્ષને કરતાં નીતાબેનનો ઘર સંસાર ન બગડે જેથી રૂ. 3,00,000 વ્યાજે લાવી આપ્યા હતા.

 

જે બાદ નીતાબેનના પતિએ પ્રવિણભાઇ મોજશોખમાં વાપરી નાખ્યા હતા અને ફરી નીતાબેનના પતિ પ્રવિણભાઇ મારઝૂડ કરવા લાગ્યા હતા અને રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા.

 

જ્યારે રેખાબેન મગનભાઇ રબારી અને શાન્તાબેન મગનભાઇ રબારી આ બંને નીતાબેનના નણંદ થાય છે તે બંને નીતાબેનના સાસુના કાન ભરતી અને નીતાબેનના પતિને ઉશ્કેરાઇ રૂપિયાની માંગણી કરતા હતા.

 

જ્યારે હેરાન-પરેશાન કરતાં અને નીતાબેનના પતિ પ્રવિણભાઇ જોડે મારઝૂડ કરાવતા અને કહેતા કે, તું તારા ઘરે જતી રહે તેમ કહી મારઝૂડ કરતા હતા.

 

પરંતુ નીતાબેન તેનો ઘર સંસાર ન બગડે તેમ મૂંગા મોઢે સહન કરતા હતા. પરંતુ પતિ મારઝૂડ કરતાં હતા અને પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી.
આ અંગે નીતાબેન વેલાભાઇ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે તેમના પતિ પ્રવિણભાઇ મગનભાઇ રબારી, રેખાબેન મગનભાઇ રબારી અને શાન્તાબેન મગનભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!