પ્રવાસીઓ વિના સૂમસામ માઉન્ટ આબુમાં રીંછ ફરવા નીકળ્યું, જુઓ આ વિડીઓ

- Advertisement -
Share

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અવાર નવાર જંગલી રીંછ રહેણાક વિસ્તારમાં પાણી અને ખોરાકની શોધના આવી ચડે છે, પરંતુ હાલના રાજસ્થાનમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યું હોવાથી માઉન્ટ આબુમાં સહેલાણીઓ ન આવતા સૂમસામ ભાસી રહ્યું છે. જ્યારે ગઇકાલે મોડી રાત્રે આબુની મુખ્ય બજારમાં આવેલી મહારાજા હોટલની આજુબાજુ એક રીંછ લટાર મારતુ જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

 

 

 

ગત રાત્રીના માઉન્ટ આબુની મુખ્ય બજારમાં આવેલી મહારાજા હોટલની આસપાસ એક રીંછ વિચારતું જોવા મળ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વધારે અચરજ પામનરી ઘટના એ છે કે, જ્યારે રીંછ રોડ પર ફરી રહ્યું હતી ત્યાર બાઈક ચાલકો પણ ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા.

 

 

 

 

આ વીડિયો સ્થાનિક લોકોએ બનાવી વાયરલ કર્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જેમાં સાફ જોઈ શકાય છે કે, રોડ પર ફરતા રીંછ સામે જોઈ અમુક વાહન ચાલકો ઊભા થઈ ગયા હતા અને વાહનોને જોઈ રીંછ પણ જંગલમાં ભાગી ગયું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!