દાંતામાં સ્વીફ્ટ કાર ડીવાઇડર પર ચઢી ગઇ : ફોક્સનો વીજ થાંભલો તૂટતાં અફડા-તફડી સર્જાઇ

- Advertisement -
Share

દાંતા તાલુકાના પેથાપુર પાટીયા નજીક શુક્રવારે સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં સ્વીફ્ટ કાર ડીવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે સ્વીફ્ટ કાર ફોક્સનો વીજ થાંભલાને અથડાતાં થાંભલો તૂટી પડતાં અફડા-તફડી સર્જાઇ હતી. જા કે, સ્વીફ્ટ કારના ચાલકનો આબાદ થયો હતો. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે દાંતા તાલુકાના પેથાપુર પાટીયા નજીક પશુઓના તબીબ પોતાની સ્વીફ્ટ કાર લઇને પસાર થઇ રહ્યા હતા.

[google_ad]

 

 

તે દરમિયાન સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં સ્વીફ્ટ કાર ડીવાઇડર પર ચઢી જતાં ફોક્સનો વીજ થાંભલાને અથડાતાં ધરાશાયી થતાં અફડા-તફડી સર્જાઇ હતી. જોકે, સ્વીફ્ટ કારના ચાલકનો સદ્દનસીબે આબાદ થયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સ્વીફ્ટ કારને ભારે નુકશાન થયું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!