આતંકી હુમલાની ધમકીને લઇ બનાસકાંઠા પોલીસ એલર્ટ : રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરાઇ

- Advertisement -
Share

બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડ પર : ગુજરાત પ્રવેશતા વાહનોનું ચેકીંગ હાથ ધરાયું : ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો : અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો

 

પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલા નિવેદનને લઇને દેશ-વિદેશમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંઇ, યુ.પી. અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાનો ધમકી ભર્યો આતંકવાદી સંગઠને પત્ર જારી કર્યો છે.
જેને લઇને બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરાઇ છે.
જ્ઞાનવાપી મસ્જિદને લઇને ચાલી રહેલી ટી.વી. શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે.
અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS) એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો છે. આ પત્રમાં દિલ્હી, મુંબઇ, યુ.પી. અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર પર તા. 6 જૂન-2022 છે. આ પત્ર સોશિયલ મીડીયામાં વાઇરલ થયો છે.
આ આતંકી હુમલાની ધમકી ભર્યા પત્રને લઇને અમીરગઢ બોર્ડર પર સુરક્ષા વધારાઇ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત કરાઇ છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશતા વાહનો પર સી.સી.ટી.વી. કેમેરાની નજર સાથે કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!