ધાનેરાના આશિયા ગામના રસ્તા પર વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના આશિયા ગામના રોડ રીપેરીંગ ન થતાં રાહદારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોએ છેલ્લા ચાર વર્ષથી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરાઇ હોવા છતાં પણ કોઇ જ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેમાં ચોમાસામાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતાં રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે.

[google_ad]

ધાનેરા તાલુકાના આશિયા ગામનો રોડ તૂટતાં વાહનચાલકો, રાહદારીઓ અને ગ્રામજનોમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતાં લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે રોડ રીપેરીંગ ન થતાં સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો હતો.

[google_ad]

 

ત્યારે જે.સી.બી. પર બેસીને સ્થાનિકો રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા છે. દરરોજ હજારોની અવર-જવર છતાં તંત્રએ રસ્તો ન બનાવતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરાઇ હોવા છતાં હજુ સુધી કોઇ જ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જો કે, સ્વખર્ચ સ્થાનિકોએ જે.સી.બી. વડે રસ્તા પર માટી નાખતાં સ્થાનિકોમાં અવર-જવરમાંથી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

[google_ad]

 

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘આશિયા ગામને જોડતો રોડ રીપેરીંગ ન થતાં છેલ્લા ચાર વર્ષથી લોકોને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા અંગે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવા હોવા છતાં સમસ્યાનો કોઇ જ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતાં લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.’

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!