લાખણીના દેતાલ અને જડીયાલી ગામના સરપંચ સહીત સ્થાનિકોએ રસ્તાની માંગ સાથે રસ્તો રોકી વિરોધ કર્યો

- Advertisement -
Share

લાખણીના દેતાલ જડીયાલી ગામ પાકા રસ્તા બનાવવાની માંગ સાથે બંને ગામના સરપંચ સહિત સ્થાનિકોએ રસ્તો રોકી રામધૂન બોલાવી રસ્તો નહીં તો વોટ નહીં ના સૂત્રોચાર કરી નોંધાવ્યો વિરોધ.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના દેતાલ અને જડીયાલી ગામ ખાતે અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ બંને ગામને પકો રસ્તો ન મળવાના કારણે બંને ગામના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજે આ બંને ગામના સરપંચો તેમજ સ્થાનિક લોકો ભારે રોષ સાથે પાકા રસ્તાની માંગણી સાથે રસ્તો રોકી વિરોધ કર્યો હતો આ ગામમાં એક સ્કૂલ બે આગળવાડી અને 400 પશુપાલકો ને પાકો રસ્તો ન મળવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ બંને ગામના લોકો તેમજ સ્થાનિક સરપંચો દ્વારા પણ અનેકવાર રસ્તાની માંગ સાથે અનેક રજૂઆત કરી હતી પરંતુ સતત રજૂઆતો છતાં રસ્તાનો કોઇ ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ બંને ગામના સરપંચ સહિત સ્થાનિક લોકો ભારે રોષ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકી રામધૂન બોલાવી હતી તેમજ રસ્તો નહીં તો વોટ નહીં ના સૂત્રોચાર સાથે અર્ધ નગ્ન અવસ્થામાં યુવાનોએ રસ્તા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને જુઓ તાત્કાલિક ધોરણે આ બંને ગામને પાકો રસ્તો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!