ખેતરમાં ખેતી સાથે સાથે ‘સોલર પેનલ’ લગાવીને ખેડૂત કરી શકે છે વધારાની કમાણી, જાણો શું છે સરકારી યોજના

- Advertisement -
Share

ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ખેડૂતોની વીજળીની સમસ્યા દૂર કરવા ગુજરાત સરકાર પાસે એક મહવની યોજના છે. સૂર્ય શક્તિ કિસાન યોજના જેમાં ખેડૂત પોતાની જાતે પોતાના ખેતરમાંજ વીજળી ઉત્પન કરી શકે છે તેમજ વેચી પણ શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતે પોતાના ખેતરમાં સૌર પેનલ લાગવવાની રહેશે. આ સોલર પેનલ પર સરકાર સબસિડી આપશે. આ સૌર પેનલની મદદથી ઉત્પન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે. આ સાથે વધારાની વીજળી વીજ કંપનઓને વેચી પણ શકે છે. આ યોજનાની મદદથી ખેડૂતો વધારાની આવક મેળવી શકશે. તો જાણીએ સ્કાય યોજનાની ખાસિયતો વિશે.

[google_ad]

 

 

આ યોજનાથી નીચે પ્રમાણેનાં થશે લાભ

આ સ્કાય યોજના નો લાભ લેવા ખેડૂતો જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળી નું વેચાણ કરી 8 તો 18 મહિનામાં જ પરત મળી જશે તથા આ ઉર્જા પ્રદુષણ મુકત રીતે ઉત્પન કરી શકાય છે.

 

[google_ad]

SAMSUNG DIGITAL CAMERA

 

ખેડૂતોને પોતાના ખેતરમાં વીજળી ઉત્પન કરવા માટે સોલર પેનલ આપવામાં લગાવી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોએ સૌર પેનલ માટે થતા કુલ ખર્ચની ઓછામાં ઓછા 5 ટકા રકમ ભરવાની રહેશે અથવા 5 ટકાથી વધારે રકમ ભરી શકશે. ખેડૂત જેટલી વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 60 ટકા રકમ સબસિડી પેટે ચુકવશે તથા બાકીની 35 ટકા રકમ નિચા સસ્તા વ્યાજની લોન કરી આપવામાં આવશે, તે લોનનો સમયગાળો 7 વર્ષનો રહેશે.

 

[google_ad]

 

જો કોઈ ખેડૂત વધારે કિલોવોટના પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજુરી અપવવામાં આવશે. આ વધારાની પેનલ દ્વારા ઉત્પન થતી વીજળી પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. તેના પર રાજ્ય સરકારની સબસિડી મેળવવા પાત્ર રહેશે નહિ.

 

[google_ad]

 

 

સ્કાય ફીડર દીઠ યોજનામા જોડતા ખેડૂત મિત્રોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર પર દિવસે 12 કલાક વીજળી મેળવી શકશે તેમજ જે ખેડૂતો આ યોજનામા જોડાયા નહિ હોય તે લોકોને 8 કલાક વીજળી મળવા પાત્ર છે.

 

[google_ad]

 

 

રાજ્યના તમામ ૩૩ જીલ્લાના 137 ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ. રાજ્ય સરકાર 25 વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે. સાત વર્ષ માટે રૂ. 7 પ્રતિ યુનિટના ભાવે અને બાકીના 18 વર્ષ માટે રૂ. 3.50 પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે. સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી 8 થી 18 માસમાં જ તેને પરત મળી જશે.

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!