બનાસકાંઠા: આસામ પોલીસની ધરપકડ બાદ જીગ્નેશ મેવાણી પહોંચ્યા આજે વડગામ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જે બાદ આજરોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડગામ ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલનપુરના સર્કિટ હાઉસ ખાતે હતા તે દરમિયાન રાત્રીના સમયે પોલીસ દ્વારા પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીને આસામ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ જીગ્નેશ મેવાણીને આસામ પોલીસમાંથી છુટકારો મળતાં આજરોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વડગામ ખાતે આવવાના હોવાથી કોંગ્રેસના અનેક નેતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા છાપીથી રેલી સ્વરૂપે કાર્યકર્તા સાથે જીગ્નેશ મેવાણી વડગામ ખાતે પહોંચ્યા હતા. જીગ્નેશ મેવાણી વડગામ ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!