ડીસાના યુવકે 6 માસ અગાઉ પોતાની સામે ખોટી રીતે ઇન્જેકશનના કાળા બજારનો ગુનો નોંધી રૂપિયા 1.5 લાખ 10 પોલીસ કર્મીઓએ પડાવ્યાના આક્ષેપ સાથે ડીસાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ન્યાયાધીશે જિલ્લા પોલીસવડાને તપાસ કરવાનો આદેશ કર્યો છે.
[google_ad]
ડીસાના ભોંયણ નજીક 1 મેં 2020ના રોજ બનાસકાંઠા એલસીબીની ટીમે ચાર શખ્સો પાસેથી બે ઇન્જેક્શન કબજે લીધા હતા જેમણે આ ઇંજેક્શન આપનારા શખ્સો અમદાવાદ તરફ ગયાનું જાણવા છાપી પોલીસે નાકાબંધી કરી મૂળ ડીસાના મંગળ પાર્ક હાલ અમદાવાદ ગોતાના હર્ષદભાઈ લેખરાજભાઈ ઠક્કર સહિત ચાર શખ્સોને ઝડપી કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
[google_ad]
જોકે, તેમના ખીસ્સામાં રહેલા રૂ.1,05,500 છાપી પોલીસના 2 કર્મીઓએ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા તેમજ એલસીબી અને ડીસા રૂરલ પોલીસે ખૂનનો ગુનો નોંધી ગેરકાયદે બે દિવસ કસ્ટડીમાં રાખી અપશબ્દો બોલી માર માર્યો હોવાના આક્ષેપો સાથે 10 અધિકારી-કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ મહાનિર્દેશક સહિતને અરજી કરી હતી.
[google_ad]
જોકે, કોઇ કાર્યવાહી ન થતાં આખરે ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ અંગે વકીલ સુરેશભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ ઇન્દ્રજીત ભાટીએ આ કેસમાં જિલ્લા પોલીસવડાને તપાસ કરી 60 દિવસમાં કોર્ટમાં રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે.
[google_ad]
આરોપી:-
દિગ્વિજયસિંહ રામસિંહ હેડ કોસ્ટેબલ એલ.સી.બી.પાલનપુર, મુ.પાલનપુર.જી.બનાસકાંઠા
પ્રકાશભાઈ અમૃતભાઇ અ. પો.કો. એલ.સી.બી.પાલનપુર, મુ.પાલનપુર.જી.બનાસકાંઠા
ગજેન્દ્રસિંહ શેષકરણદાન,અ. પો.કો.એલ.સી.બી.પાલનપુર.મુ.પાલનપુર.જી.બનાસકાંઠા
આર.જી.દેસાઈ પી.એસ.આઈ.એલ.સી.બી.પાલનપુર.મુ.પાલનપુર. જી.બનાસકાંઠા
યાજ્ઞિકભાઈ રતુભાઈ અ.હે.કો.છાપી પોલીસ સ્ટેશન.મુ.છાપી. તા.વડગામ.જી.બનાસકાંઠા
જગદીશભારથી કનુભારથી. અ. પો.કો.છાપી પોલીસ સ્ટેશન.મુ.છાપી. તા.વડગામ.જી.બનાસકાંઠા
જયપાલસિંહ સજુભા,અ.પો.કો.એલ.સી.બી.પાલનપુર.બનાસકાંઠા.
ઈશ્વરભાઈ પુનમાજી,અ.પો.કો.એલ.સી.બી.પાલનપુર.બનાસકાંઠા
એમ.જે.ચૌધરી,પી.આઈ.ડીસા રુલર પોલીસ સ્ટેશન.મુ.ડીસા.તા.ડીસા.જી.બનાસકાંઠા.
સુધીરભાઈ શાંતારામ રાણે, પી.એસ.આઈ.ડીસા રુલર પોલીસ સ્ટેશન.મુ.ડીસા.તા.ડીસા.જી.બનાસકાંઠા
From – Banaskantha Update