ડીસામાં પકડાયેલ 258 ઘેટાં બકરાઓને કોર્ટએ પશુઓના હિતમાં લીધો નિર્ણય

Share

બનાસકાંઠાના ડીસામાંથી સાત મહિના અગાઉ વહેલી સવારે ઘેટાં બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાં ખીચોખીચ 258 ઘેટાં બકરા ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલક સહિત 7 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેબાદ ઘેટાં બકરાઓના માલિકોએ ડીસા કોર્ટમાં અરજી કરેલ જેમાં કોર્ટે અરજી ના મંજુર કરતા પશુઓના હિતમાં નિર્ણય લેવાયો.

[google_ad]

File Photo

ડીસામાં માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી 7 મહિના અગાઉ વહેલી સવારે ઘેટા બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ હોવાની ઘટના સામે આવી હતી. દિયોદરના સેસણ ગામેથી ઘેટા બકરા ભરીને અમદાવાદના રાણીપ ખાતે આવેલ મંડીમાં ટ્રક જઈ રહી હોવાની માહિતી મળતા જ ડીસાના જીવદયા પ્રેમીઓએ પોલીસને સાથે રાખી માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

[google_ad]

File photo

તે દરમિયાન દિયોદર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને રોકાવી તેની તલાસી લેતાં તેમાં ખીચોખીચ ઘેટા બકરા ભરેલા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે 258 ઘેટા બકરા ભરેલી ટ્રક જપ્ત કરી હતી અને ચાલક સહિત ટ્રકમાં સવાર ઘેટાં બકરાના લે-વેચનો ધંધો કરતા 7 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. આ સાતેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

જ્યારે તમામ ઘેટા બકરાને સાચવણી માટે ડીસા પાસે આવેલ કાંટ પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા. જે બાદ ઘેટાં બકરાંઓના માલિકોએ તા. 02-02 2021ના રોજ ડીસાની મેં.જ્યુ. મેજી.ફ.ક.ભાટીની કોર્ટમાં અરજી કરી ઘેટાં બકરા ઓને પરત મેળવા રજુઆતો કરેલ હતી. પરંતુ કોર્ટએ તા.26-02-2021ના રોજ ઘેટાં બકરાઓના માલિકોની અરજીને ના મંજુર કરેલ.

[google_ad]

File Photo

તે બાદ ફરી ઘેટાં બકરાઓના માલિકોએ ડીસા ના.મેં.એડી.સેસન્સ જજ મુન્સીની કોર્ટમાં ક્રિમિનલ રિવિઝન અરજી ન.22/2021 કરેલ હતી અને નીચેની કોર્ટના હુકમ રદ કરી ઘેટાં બકરા તેના માલિકોને સોંપવા રજુઆત તેમના વકીલ આઈ.એ.શેખ દ્વારા કરેલ તેમજ પાંજરાપોળ તરફથી જાણીતા એડવોકેટ જી.કે.પોપટએ તમામ પક્ષકારોને વિગતવાર સાંભળી સેસન્સ જજ મુન્સીએ તમામ ઘેટા બકરા હાલના તબક્કે રાજપુર ડીસા પાંજરાપોળમાં જ સચવાય તેવો હુકમ કર્યો.

[google_ad]

તેમજ ઘેટાં બકરના માલિકોની રિવિઝન અરજી તા.11-08-2021ના રોજ ના મંજુર કરી. કોર્ટે પશુઓના તેમજ પાંજરાપોળના હિતમાં નિર્ણય લીધો હતો.

 

From – Banaskantha Update


Share