પાલનપુર તાલુકા પંચાયતના કોંગેસ મહીલા પ્રમુખ બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ કરતાં સસ્પેન્ડ કર્યાં

- Advertisement -
Share

સાગ્રોસણા સીટના ભાજપના સદસ્યે ડી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી : 50 લીટરની ટાંકીમાં 60 થી 70 લીટર ડીઝલ બતાવ્યું હતું

 

પાલનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના મહીલા પ્રમુખે પોતાની બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ આચરતાં ચકચાર મચી ગઇ છે. જયારે સાગ્રોસણા સીટના ભાજપના સદસ્યે જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતાં મંગળવારે મહીલા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતાં હડકંપ મચી ગયો છે.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના મહીલા પ્રમુખ અને વેડંચા ગામના સંગીતાબેન મિલનકુમાર ડાકાએ તા. 9 સપ્ટેમ્બર 2021 ના રોજ ચૂંટણી જીતી પ્રમુખ પદનું સુકાન સંભાળ્યું હતું. પરંતુ સત્તા મળી જતાં મહીલા પ્રમુખે કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું.

 

આ જાણ તાલુકા પંચાયતના સાગ્રોસણા સીટના ભાજપના જયેશભાઇ ચૌધરીને થતાં પ્રમુખ વિરુદ્ધ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ‘તાલુકા પ્રમુખ સંગીતાબેન ડાકાએ બંધ સરકારી ગાડી નં. GJ-08-G-1311 માં ડીઝલ પુરાવ્યું હતું.

 

તે બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ મહીલા પ્રમુખ સંગીતા ડાકાને કારણદર્શક નોટીસ પાઠવવામાં હતી. જોકે, જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે, તાલુકા પંચાયતની પ્રમુખની સરકારી ગાડી કંડમ હાલતમાં હતી.

 

પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકા દ્વારા રૂ. 40,000 ની જોગવાઇ હોવા છતાં રૂ. 51,181 નું ડીઝલ પૂરવામાં આવ્યું હતું અને રૂ.16,030 નું રીપેરીંગ ખર્ચ બતાવી કુલ રૂ. 67,221 નો ખર્ચ બતાવ્યો હતો.
જયારે તે બંધ ગાડીમાં ડીઝલની ટાંકી 50 લીટર હોવા છતાં 70 લીટર દર્શાવ્યું હોવાની લોકબુકમાં ક્ષતી જણાઇ આવતાં મંગળવારે સાંજે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ સંગીતા મિલનકુમાર ડાકાને પ્રમુખ પદ સહીત સભ્ય પદમાંથી સસ્પેન્ડ કર્યાં છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!