ડીસા નજીક નીલગાય રસ્તા વચ્ચે આવતાં રીક્ષાને અકસ્માત નડયો : 3 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત ત્રણેય વ્યકિતઓને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા

ડીસા-પાટણ હાઇવે પર ગંગાજી વ્હોળા વિસ્તારમાં ગુરુવારે અચાનક રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં રીક્ષામાં સવાર સુમરા પરિવારને અકસ્માત નડયો હતો.
અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા પતિ-પત્ની અને બાળક સહીત 3 વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, રખડતાં ઢોરોના કારણે સર્જાતા અકસ્માતની વધુ એક ઘટના ગુરુવારે ડીસા-પાટણ હાઇવે પર બની હતી.
ડીસામાં રહેતો સુમરા પરિવાર રીક્ષામાં બેસી ડીસા-પાટણ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ગંગાજી વ્હોળા વિસ્તારમાં અચાનક રસ્તા વચ્ચે નીલગાય આવી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ગુલામનબી સુમરા તેમની પત્ની આશા સુમરા અને 5 વર્ષિય બાળક જાસ્મીનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ત્રણેય વ્યકિતઓને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!