આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના કમોડી ગામે આવેલા સોલાર ફાર્મમાંથી રૂ. 14.96 લાખથી વધુની ચોરી અંગે ફરિયાદ નોંધી હતી. ત્યારે આ ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ આગથળા પોલીસે ઉકેલી લીધો છે. પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા. જે બાદ મુદ્દામાલ રીકવર કરી કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ મેળવી બાકી મુદ્દામાલ તેમજ સહ આરોપી સબંધે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે બાતમીદારોથી હકિકત મેળવતા સાહેદ દશરથ શાંતીભાઈ પરમાર રહે.કમોડી તા.લાખણી વાળાઓની પીક-અપ જીપા ડાલાનો આરોપીઓએ મુદ્દામાલ ચોરી કરવામાં ઉપયોગ કરેલાની હકીકત જણાઈ આવતાં સાહેદને પોલીસ સ્ટેસન લાવી તેની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતાં (1) કનુ મણાભાઈ જાતે.ડાભી રહે.રામસણ તા.ડીસા (2) પ્રભુ ઉકાભાઈ જાતે.પરમાર રહે.કમોડી તા.લાખણી (3) રતી ઉકાભાઈ પરમાર રહે.કમોડી તા.લાખણી (4) જેઠા મગનભાઈ પરમાર રહે.ડેકા તા.લાખણી (5) ડાયા મણાભાઈ ડાભી રહે.રામસણનાઓ દ્વારા ચોરી કરવામાં આવેલ હોવાની અને કેટલોક મુદ્દામાલ આરોપી કનુભાઈ ડાભી વાળાના ઘરે પડેલ હોવાનું જણાવતાં તેઓને સાથે રાખી ઝડતી તપાસ કરતાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 30 નંગ સોલાર પ્લેટો કિ.રૂ 5 લાખ 67 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલ પીક-અપ જીપ તપાસના કામે કબ્જે કરી અન્ય આરોપીઓની તપાસ કરતાં પ્રભુભાઈ પરમારના ઘરે મળી આવતાં બંનેને પોલીસ સ્ટેશન લાવી ગુન્હાના કામે અટક કરી સહ આરોપીઓ તેમજ બાકીના મુદ્દામાલ રીકવર કરવા માટે બંને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી બાકી મુદ્દામાલ તેમજ સહ આરોપીઓ સબંધે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી.
From – Banaskantha Update