ડીસામાં કોરોના સંક્રમણને અટકાવવા સરકારી કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાઇ

Share

 

કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઇ ચૂકી છે અને આ લહેર બીજી લહેરની જેમ આતંક ન મચાવે તેને લઇ સ્થાનિક વહીવટી તંત્ર સક્રીય બની ગયું છે અને મંગળવારે ડીસાની મામલતદાર કચેરીમાં સરકારી કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે.

 

 

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે પગ પેસારો કરી દીધો છે અને કોરોનાના દૈનિક કેસોની સંખ્યા પણ બે લાખ સુધી પહોંચવા આવી છે. ત્યારે વહીવટી તંત્ર હવે ઓમિક્રોન વાયરસથી વધારે સ્થિતિ ખરાબ ન થાય તે માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે.

 

 

જેમાં સરકારી કર્મચારી સહીત વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ બૂસ્ટર ડોઝ એવા વ્યક્તિને અપાઇ રહ્યા છે કે, જેને રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેના 39 અઠવાડીયા જેટલો સમય થયો હોય તેને અપાઇ રહ્યા છે. જ્યારે બૂસ્ટર ડોઝ આપવા પાછળનું કારણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાનું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share