ડીસાના ગાયત્રી મંદિર સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બંધ કરાયેલ રસ્તો ખુલ્લો કરાવ્યો

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્યની રજૂઆત રંગ લાવી : ઓવરબ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો થતાં ટ્રાફીક સમસ્યાથી છુટકારો મળશે

 

ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલ ઓવરબ્રિજ નીચેનો ભાગ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.

જેથી આમ આદમી પાર્ટીના સદસ્યની રજૂઆતને પગલે રસ્તો ખુલ્લો થતાં શહેરીજનોને ટ્રાફીક સમસ્યામાંથી મુક્તિ મળવાની આશા બંધાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડ ઉપરાંતના ખર્ચે એલીવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.

 

ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગાયત્રી મંદિર સર્કલથી પુલ ઉતરતાં છેડા સુધીનો એક ભાગ જાળીઓ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો.

 

જેથી હોસ્પિટલમાં આવતાં વાહન ચાલકો રસ્તા પર જ વાહનો મૂકી દેતાં દિવસભર ટ્રાફીક સમસ્યા ઉદભવતી હતી.

 

આથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ મંત્રી રમેશભાઇ નાભાણી, આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ડૉ. રમેશભાઇ ચૌધરી અને ડીસા નગરપાલિકાના આમ આદમી પાર્ટીના

 

સદસ્ય વિજય દવેએ રસ્તો ખુલ્લો કરાવવા માટે ઉપવાસ સહીત આંદોલન કરવાની પણ ફરજ પડી હતી. જો કે, આપના સદસ્ય વિજય દવેએ નેશનલ હાઇવે ઓથોરિટીને રસ્તો ખુલ્લો કરાવવા માટે લેખિત

 

રજૂઆત કરાઇ હતી. જેથી ગાયત્રી મંદિર સામેનો રસ્તો ખુલ્લો કરવામાં આવતાં શહેરીજનો સહીત વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

 

ડીસાના ગાયત્રી મંદિર સામેના ઓવરબ્રિજ નીચેનો બંધ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. જેથી ઓવરબ્રિજ નીચે વાહન પાર્કીંગ થવાથી શહેરીજનો અને વાહન ચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી મુક્તિ મળશે તેમ ડીસા નગરપાલિકા આમ આદમી પાર્ટીના સદસ્ય વિજય દવેએ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!