ડીસામાં કોરોના વેકસીનને જાગ્રુતા માટે સાઇકલ યાત્રા

- Advertisement -
Share

દેશમાં કોરોના વેકસીનેશન સામે અનેક શંકા કુશંકાઓ થઈ રહ્યા છે. તે વચ્ચે લોકોમાં કોરોના રસીકરણ મામલે જાગૃતિ આવે તે માટે ડીસાના 13 લોકો ભારતના પર્વતીય વિસ્તારમાં સાઈકલિંગ કરી કોરોના રસીકરણ મામલે જાગૃતતા ફેલાવશે.

 

 

“રાઈડ ફોર રેશન રાઈડ ફોર વેકસીનેશન” ન સ્લોગન સાથે ડીસાના ડોક્ટર તેમજ આગેવાનો મનાલી થી લેહ સુધી સાયકલ યાત્રા કરશે. આ સાયકલ યાત્રા પાછળનું એક જ ઉદ્દેશ છે કે લોકો લઈ દેશને સુરક્ષિત કરે જે માટે 13 સાયકલ સવારો ડીસા થી પ્રસ્થાન કરી ચુક્યા છે. આ સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલયાત્રા કરશે.

 

 

સાયકલયાત્રા માં મહિલાઓ પણ જોડાઈ છે. 10 દિવસ સુધી ચાલનારી યાત્રા 560 કિલોમીટર અંતર કાપશે. મનાલી થી ચાલુ થયેલી ખારદુગલા જઈ પૂર્ણ થશે. દેશના પર્વતીય વિસ્તારમાં લોકો કોરોના વેકસીન માટે જાગૃતતા આવે તે આ સાઈકલિંગ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.

 

 

આ સાઈકલ યાત્રા દરમ્યાન લોકોને કોરોના રસીકરણ માટે જાગૃતિ લાવવામાં આવશે. આ સાયકલયાત્રામાં બે ડૉકટર મહિલાઓ પણ જોડાઈ છે. જે સાયકલયાત્રા દરમ્યાન વડાપ્રધાન ના ફિટ ઇન્ડિયાના સ્લોગનને મજબૂત કરવા અને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને ફિટ રાખે તે માટે જાગૃતતા લાવવામાં આવશે. ડીસાના સાઈકલ સવારો પર્વતીય વિસ્તારમાં કોરોના રસી માટે જાગૃતતા લાવશે. એક તરફ દેશમાં કોરોના રસી મામલે અનેક અફવાઓ ફેલાઈ રહી છે તેવા જ સમયે દેશના પર્વતીય વિસ્તારમાં આ સાઈકલ યાત્રા લોક જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે.

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!