અંબાજીમાં મુશળધાર વરસાદ : રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા, વાહનો તણાયા

Share

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ બાદ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો, જેમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદથી રસ્તા પર ઊભાં રહેલાં વાહનો તણાયાં હતાં. લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવતા તસ્વીરોમાં જોવા મળી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે ગઈકાલ સાંજના સમયે દિવભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.

[google_ad]

લોકો વરસાદી પાણીના પ્રવાહથી તણાતાં વાહનોને દૂર કરતા તસ્વીરોમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્રણ દિવસથી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જોતજોતાંમાં રસ્તા ઉપર પાણી એટલી હદે રેલાયા કે લોકોનાં ઊભેલાં વાહનો પણ તણાવા લાગ્યાં હતાં.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થતો હતો છે, જેમાં ખેડૂતોના મૂરઝાતા પાકો ફરી લહેરાવા લાગ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.

 

From – Banaskantha Update


Share