ડીસામાં ટ્રેક્ટરમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં દોડધામ

Share

ડીસાના જુવાર સંશોધન કેન્દ્રમાં બુધવારે મેસી ટ્રેક્ટરના ચાલક ડીસાથી ખેતર ખેડી રહ્યા હતા. તે દરમિયાન બેટરીમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ટ્રેક્ટર બળીને ખાખ થઇ જતાં જુવાર સંશોધન કેન્દ્રને અંદાજે રૂ. ચારથી પાંચ લાખનું નુકશાન થયું છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના કાંટ રોડ પર આવેલ જુવાર સંશોધન કેન્દ્રમાં બુધવારે મેસી ટ્રેક્ટર નં. GJ-8D-3140 ના ચાલક ડીસથી ખેતર ખેડી રહ્યા હતા. તે દરમિયાન બેટરીમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી.

[google_ad]

 

આ બનાવની જાણ ફાયર-ફાઇટરની ટીમને કરતાં તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ટ્રેક્ટર બળીને ખાખ થઇ જતાં જુવાર સંશોધન કેન્દ્રને અંદાજે રૂ. 4 થી 5 લાખનું નુકશાન થયું છે. આગની જાણ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share