ડ્રગ્સ ડીલરે શરૂ કરેલી એમ.ડી. ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ : એ.ટી.એસ.ની ટીમે 5 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

રૂ. 478.65 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું : દોઢ-2 માસ પહેલાં​​​​​​​ શરૂ કરેલી આ ફેક્ટરીમાંથી ડ્રગ્સના 3 કન્સાઇન્મેન્ટ મુંબઇ મોકલ્યા હતા

વડોદરાના સીંઘરોટ ગામની સીમમાંથી એમ.ડી. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરી મુંબઇના ડ્રગ્સ ડીલર સલીમ ડોલાએ સૌમિલ પાઠક સાથે મળીને 2 માસ પહેલાં શરૂ કરી હતી.

પોલીસે ફેક્ટરીમાંથી 63 કિલો તૈયાર એમ.ડી. ડ્રગ્સ અને 80 કિલો લિક્વિડ ડ્રગ્સ મળીને કુલ રૂ. 478.65 કરોડનું એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડયું હતું.

 

આ ફેક્ટરીમાં તૈયાર કરાયેલા એમ.ડી. ડ્રગ્સના 3 કન્સાઇન્મેન્ટ મુંબઇ મોકલવામાં આવ્યા હતા. આ ફેક્ટરીના માલિકો સાથે કેટલાંક મોટા ગજાના રાજકારણીઓની સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

 

શેડમાં બનાવેલી આ ફેક્ટરીમાંથી સૌમિલ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદભાઇ કટારીયા, વિનોદભાઇ રમણભાઇ નીજામા, મોહંમસ શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દીવાન અને ભરતભાઇ ભીમાભાઇ ચાવડાનો સમાવેશ થાય છે.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સૌમિલ અને સલીમ ડોલાએ ભાગીદારીમાં આ એમ.ડી. ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. 2 માસમાં એમ.ડી. ડ્રગ્સના 3 કન્સાઇન્મેન્ટ મુંબઇ મોકલવામાં આવ્યા હતા.

 

સૌમિલ 2017 માં મુંબઇના ઘાટકોપરમાં 200 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સૌમિલ મુંબઇની જેલમાં હતો ત્યારે સલીમ ડોલા પણ ડ્ર્ગ્સના કેસમાં જેલમાં જ હતો.
ત્યાં બંનેની મુલાકાત થતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને જેલમાંથી છૂટયા બાદ બંનેએ ભાગીદારીમાં વડોદરામાં એમ.ડી. ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી.

 

શૈલેષ કટારીયા બી.એસ.સી. કેમેસ્ટ્રી ભણેલો છે. જેથી એમ.ડી. ડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરી તે જ સંભાળતો હતો. જ્યારે વિનોદ ફેક્ટરીમાં દેખરેખ રાખતો હતો.
જ્યારે એમ.ડી. ડ્રગ્સ બનાવવા માટે આરોપીઓ કયા-કયા કેમિકલ ક્યાંથી લાવતા હતા તે દિશામાં એ.ટી.એસ.ની ટીમે તપાસ શરૂ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!