બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત આવતા ચકચાર

- Advertisement -
Share

ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં કોરોનાનો કેસનો રાફડો ફાટી નીકળ્યો. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

[google_ad]

આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

[google_ad]

ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હતો. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ બનાસકાંઠામાં બહારથી આવેલા જવાનોથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 52 કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો. શું આ છે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત..?

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!