ડીસા: મારુતિ વાન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો : બેનાં મોત, ત્રણ ગંભીર

Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યાં છે કેટલીક વાર ગફલતભરી ડ્રાઈવિંગના કારણે આકસ્મિક ઘટના બનતી હોય છે ત્યારે આજે ડીસા વડાવલ પાટીયા પાસે પવિત્ર રક્ષાબંધનના દિવસે મારુતિ વાન કાર અને આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

જેમાં અનિલભાઈ સરદારભાઇ નટ અને શાંતીભાઈ સાયબાભાઇ નટનું મુત્યુ થયું હતુ. બંને મુત્યુ પામનારની લાશોને ડીસા અને ભીલડી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત જીવણભાઈ હકમાભાઇ, દશરથભાઈ રમચંદભાઈ, રોહિતભાઈ બાબુભાઈ નટને ગંભીર ઈજાગ્રસ્ત થતાં ડીસા સિવિલ હોસ્પિટલ બાદ ત્રણેયને પાલનપુર રીફર કરવામાં આવ્યાં હતાં.

[google_ad]

સુત્રોના જણાવ્યા અનુસાર મારુતિ વાન ગાડીમાં સવાર તમામ લોકો પાટણ જિલ્લાના વરાણા ખોડીયાર માતાજી મંદિર દર્શનાર્થે જતાં હતાં તે દરમિયાન આઈસર ગાડી ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે જાણવાં મળ્યું હતું. જોકે, સમગ્ર અકસ્માતનાં પગલે ડીસા તાલુકા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.

 

From – Banaskantha Update


Share