માલગઢમાં ગૈર અને લૂર નૃત્ય’ એ આકર્ષણ જમાવ્યું

- Advertisement -
Share

 

ડીસા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલાં રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ હોળી-ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે.

 

 

જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ કાળા-ગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગૃપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા શુક્રવારે તિલક ધૂળેટી’ અને મારવાડી ગૈર અને લૂર’ નું આયોજન કરાયું હતું.

 

 

જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય’ એ આકર્ષણ જમાવ્યું હતું.

 

 

આ ઉપરાંત કુડાવાળી ઢાંણી, સ્કૂલવાળી ઢાંણી, મોટી ઢાંણી અને ડીસાના કાંટ રોડ પર આવેલ જી.જી. વિદ્યા સંકુલમાં શુક્રવારે માળી સમાજ દ્વારા તિલક ધૂળેટી’ અને મારવાડી ગૈર અને લૂર’ નું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો

 

 

પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય’ ની મજા માણી હતી. જેમાં માળી સમાજ અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રાજસ્થાનમાં હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ત્યારે માલગઢ સહીત આજુબાજુના ગ્રામ્ય

 

 

વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા આ લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે `ગૈર અને લૂર’ નૃત્ય રમાય છે.

 

 

જેમાં ગામના તમામ લોકો એક સંપ થઇ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે. જ્યારે આ વર્ષ 16 આની સારૂ રહેશે તેવો વર્તારો જોવામાં આવ્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!