ડીસા શહેરમાં સામાન્ય પહેલા જ વરસાદથી રોડ પર ખાડા પડી જતા ભ્રસ્ટાચારીઓની પોલ ખુલ્લી

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં વરસાદએ એન્ટ્રી કરી લીધી છે. જીલ્લામાં થોડાક દિવસોથી વરસાદ પડવાની શરૂઆત થઇ છે. જયારે બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. જોકે, ગઈકાલે ડીસામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ફક્ત ચોમાસાની શરૂઆત હતી. પરંતુ ડીસામાં પહેલા વરસાદે જ ભ્રસ્ટાચારીઓની પોલ ખોલી લીધી.

 

 

 

 

બનાસકાંઠાના ડીસા શહેરમાં ચોમાસાની સીઝનના પહેલા વરસાદમાં જ રસ્તા પર ખાડા પડી ગયા. ડીસાના ધાનેરા ચોકડી થરાદ રોડ ઉપર પહેલા જ વરસાદે ખાડા પડી જતા ભ્રસ્ટાચારીઓની પોલ ખુલી. જે રોડ બે મહિના પહેલા બનાવેલ તે રોડની સામાન્ય પહેલા જ વરસાદે કફોડી હાલત કરી લીધી અને રોડ પર ખાડા પાડી દીધા છે.

 

 

 

 

ડીસામાં સામાન્ય વરસાદ પડતા જ રોડની હાલત કફોડી બનતા અને ખાડા પડી જતા વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો. વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો પાણી ભરેલા ખાડાઓમાંથી વાહન હંકારવા મજબુર બન્યા. જોકે, રોડ પર મોટા ખાડાઓના લીધે પાણી ભરાયી જતા રાહદારીયોને પણ મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

 

 

 

 

ત્યારે ડીસામાં રોડ બનાવવામાં થયેલી ગેરરીતી સામે આવતા ભ્રસ્ટાચારીઓની પોલ ખુલ્લી પડી ગયી. આવી રોડ બનાવવામાં પોલમ પોલ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ફરીવાર ઝડપી અને સારી રીતે કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!